GUJARATJUNAGADHKESHOD

સાંગાણી હોસ્પિટલ લિમિટેડ કેશોદ દ્વારા ચોરવાડ મુકામે નવું સોપાન શરૂ કરવામાં આવ્યું

સાંગાણી હોસ્પિટલ લિમિટેડ કેશોદ દ્વારા ચોરવાડ મુકામે નવું સોપાન શરૂ કરવામાં આવ્યું

સાંગાણી હોસ્પિટલ લિમિટેડ કેશોદ દ્વારા સારવાર ક્ષેત્રે વિશિષ્ટ સેવાઓ ની ઉપલબ્ધિ ને કારણે ગુજરાત ભરમાં જાણીતી બની છે ત્યારે તેમની જુદી જુદી ચાર શાખાઓ કેશોદ માંગરોળ વેરાવળ જુનાગઢ દ્વારા દર્દીઓને આધુનિક સુવિધાઓથી સારવાર મળી રહે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે આજરોજ ચોરવાડના શ્રીમતી ભાનુબેન નાણાવટી હોસ્પિટલ માં તેઓ દ્વારા આધુનિક સગવડતાઓ સાથે સાંગાણી હોસ્પિટલ લિમિટેડ શરૂ કરવામાં આવ્યું છે આ ઉદઘાટન પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં જુનાગઢનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, નાણાવટી હોસ્પિટલ ના ટ્રસ્ટી પાઠક સાહેબ પૂર્વ સભાપતિ હીરાભાઈ ચુડાસમા કેશોદ ગુજરાત ન્યુઝના હરદેવસિંહ રાયજાદા, ગોવિંદભાઈ દેવાણી અને સાંગાણી બંધુઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી થતા કે સાંસદ રાજેશભાઈ ચુડાસમા દ્વારા જણાવવામાં આવેલ છે ચોરવાડ માટે લોકોની સારવાર થઈ શકે તેવી પૂરી સગવડતાઓ ન હોવાથી તેમના પ્રયત્નોથી સાંગાણી બંધો દ્વારા આધુનિક સગવડતાઓ સાથે હોસ્પિટલ શરૂ કરવામાં આવેલ છે અમુક પ્રકારના દર્દ માટે ચોરવાડના લોકોને બહાર ન જવું પડે અને ગામમાં જ પૂરે ટ્રીટમેન્ટ મળી રહે એટલા માટે આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં સાંગાણી હોસ્પિટલ લિમિટેડ ના ડિરેક્ટર અજય સાંગાણી ના જણાવ્યા મુજબ અમારી ચોરવાડમાં શરૂ કરવામાં આવેલ હોસ્પિટલ કોઈ પૈસા કમાવાના હેતુથી ખોલવામાં આવેલી નથી પરંતુ એક સેવાના ભાવ સાથે રાજેશભાઈ ચુડાસમા ના કહેવાથી શરૂ કરવામાં આવેલ છે મોટી સંખ્યામાં ઉપસ્થિત જુનાગઢ કેશોદ વેરાવળ માંગરોળ વગેરે ગામોથી પધારેલા મહેમાનો દ્વારા સાંગાણી બંધુઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલી હતી તેમજ મહેમાનોનું સ્વાગત અને સન્માન સાંગાણી બંધુઓ દ્વારા કરવામાં આવેલ હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજ્યકક્ષા સુધી ઉદબોધન કરતા અને શ્રેષ્ઠ એન્કર એવા માંગરોળના રમેશભાઈ જોશી દ્વારા તેમની આગવી શૈલીમાં કરવામાં આવેલ હતું જલારામ મંદિરના રમેશભાઈ, દિનેશભાઈ કાનાબાર, મહાવીરસિંહ જાડેજા, કૌશિકભાઈ નથવાણી દ્વારા સાંગાણી બંધુઓ તેમજ તેમના પિતાશ્રીનું સન્માન કરવામાં આવેલું હતો

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!