ભરૂચ નગરપાલિકામાં મકતમપુરના સમાવેશ બાદ અડધા કરોડના ખર્ચે 400 મીટરનો પીસીસી સાથે સીસી રોડ બનાવવા માટે ધારાસભ્યના હસ્તે ખાતમુર્હુત..


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 6માં મકતમપુરના પ્રવેશ દ્વારથી 400 મીટર રસ્તો બનાવવા માટે ખાતમુર્હુત..
ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં મકતમપુર ગામને નગરપાલિકામાં સમાવવામાં આવ્યા બાદ પ્રથમ વખત અડધા કરોડના ખર્ચે રોડ બનાવવા માટે ખાતમુર્હુત ભરૂચના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું પ્રથમ વખત માર્ગ બનાવવામાં આવતા સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
ભરૂચના મકતમપુરને નગરપાલિકામાં સમાવી લેવામાં આવતા વોર્ડ નંબર 6 જાહેર કરાયો હતો જેમાં નગરસેવકોના પ્રયાસોથી તેમજ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી અડધા કરોડ ઉપરાંતની રકમમાંથી પીસીસી સાથે સીસી રોડ બનાવવા માટે મકતમપુર કોલોની નજીક ખાતમુર્હુત વિધિ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે યોજાઇ હતી જેમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ નગરપાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ શહેર ભાજપ પ્રમુખ પ્રકાશ પટેલ અમિત ચાવડા સહિત સ્થાનિક નગરસેવક હેમુબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીફળ વધેરી રોડ બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રોડના નિર્માણ કાર્યથી એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ તથા મકતમપુરના રહીશો શાળાએ જતા બાળકોને નવો રસ્તો આર્શીવાદરૂપ બની રહેનાર છે.



