GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જાહેર વિતરણની કામગીરીમાં

તા.૨૪/૧૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

બેદરકારી દાખવતા ઈજારેદારને ૧૮ લાખનો દંડ કરાયો

Rajkot: રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૩ થી ૨૫ દરમિયાન આવશ્યક ચીજ વસ્તુઓ અંતર્ગત ખરીદવામાં આવતી તમામ એજન્સીઓ (મગફળી સિવાય)ના પરિવહનની કામગીરીનો ઈજારો શ્રી શક્તિ સેલ્સ એજન્સી, રાજકોટને આપવામાં આવેલ હતો. જે મુજબ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ખાતેથી સરકારશ્રી દ્વારા કરવામાં આવતી ફાળવણી મુજબ ઘઉં તેમજ ચોખાનો જથ્થો સમયસર ઉપાડી રાજકોટ જિલ્લાના તમામ ગોડાઉન ખાતે તેને પહોંચતો કરવાની કામગીરી આ એજન્સી દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ એજન્સી દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૪ની ફાળવણી મુજબનો ઘઉં તેમજ ચોખાનો જથ્થો મુદત પ્રમાણે ઉપાડ કરવામાં આવ્યો ન હતો તેથી ઘઉં-ચોખાનો કુલ રૂ. ૧૮,૨૫, ૭૮૮.૫૨/- નિષ્ફળ ગયો હતો.

પરિવહન ઇજારેદાર દ્વારા કરવામાં આવેલી બેદરકારી અને નિષ્કાળજીને લીધે જાહેર વિતરણની કામગીરીમાં વિલંબ થયો હોય તેમજ સરકારશ્રી પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચી હતી. એજન્સી દ્વારા ટેન્ડર અને કરારખતની શરતનો ભંગ થતાં જથ્થો નિયત મુદ્દતમાં ઉપાડવામાં ન આવે તો જથ્થાની રોકાઈ રહેલ રકમ ઉપર જથ્થાનું ચૂકવણું કર્યા તારીખથી જથ્થાની રકમ પરત મળ્યા તારીખ સુધીનું ૧૮ ટકા મુજબનું વ્યાજ અને લેપ્સ થઈ ગયેલા જથ્થા માટે ૧૦૦૦ રૂપિયા પ્રતિ મેટ્રિક ટનનો દંડ વસૂલવામાં આવે છે. આ શરત મુજબ શક્તિ સેલ્સ એજન્સીને જિલ્લા પુરવઠા અધિકારી રાજકોટ દ્વારા ૧૮ લાખ ૨૫ હજાર ૭૮૮.૫૨નો દંડ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!