જામનગર (ભરત ભોગાયતા)
વલસાડ જિલ્લાના ઉમરગાંવ તાલુકાના સોલસુમ્બા ગામની રહેવાસી મિસ અંજલી ચૌરસિયા એ ૨૧ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ રાજસ્થાનના જયપુર શહેરમાં સ્થિત ઝી સ્ટુડિયો ખાતે યોજાયેલા ફોરેવર સ્ટાર ઇન્ડિયા કાર્યક્રમમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું.
આ કાર્યક્રમમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી 100થી વધુ યુવતીઓએ ભાગ લીધો હતો. તેવા આકર્ષક સ્પર્ધામાં મિસ અંજલી ચૌરસિયા એ પોતાની પ્રતિભા અને આત્મવિશ્વાસના આધારે ‘ફોરેવર મિસ ગુજરાત’માં દ્વિતીય ક્રમાંક મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
અંજલીની આ સિદ્ધિ સમગ્ર વલસાડ જિલ્લાના માટે ગૌરવકારક ક્ષણ છે.
સફળતાની ખુશી માત્ર તેમના ચહેરા પર જ નહીં, પરંતુ સમગ્ર ગામ અને સંબંધીઓમાં પણ ખુશીની લહેર ઉભી કરી છે. સપનાને સાકાર કરવા માટે મહેનત અને આત્મવિશ્વાસ જરૂરી છે, જે મિસ અંજલી ચૌરસિયા એ સાબિત કર્યું છે
—-regards
bharat g.bhogayata
Journalist ( gov.accre.)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
Journalist ( gov.accre.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com

એક પિતાના બે જુડવા દીકરા પણ જ્ઞાતી અલગ અલગ..યુવરાજ સિંહે બોગસ જાતિ પ્રમાણપત્રનું કૌભાંડ ખોલ્યું
ચાલુ મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા સરકારી જમીનને પચાવી પાડી ?!!
ગ્રામ પંચાયત સરપંચ જો કામ ન કરે તો તેને સસ્પેન્ડ કરો - મંત્રી