GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

તમારું રસોડું જ બની શકે છે તમારું ફિટનેસ સેન્ટર:: જીમની કસરત વગર ‘સ્માર્ટ ડાયેટ’ અને ‘બ્રેઈન ફૂડ’થી ઘટાડો મેદસ્વિતા”તમારું રસોડું જ બની શકે છે તમારું ફિટનેસ સેન્ટર:: જીમની કસરત વગર ‘સ્માર્ટ ડાયેટ’ અને ‘બ્રેઈન ફૂડ’થી ઘટાડો મેદસ્વિતા”

તમારું રસોડું જ બની શકે છે તમારું ફિટનેસ સેન્ટર:: જીમની કસરત વગર 'સ્માર્ટ ડાયેટ' અને 'બ્રેઈન ફૂડ'થી ઘટાડો મેદસ્વિતા"

આજના સમયમાં મેદસ્વિતા (Obesity) એ માત્ર એક શારીરિક સમસ્યા નથી, પરંતુ તે “સાયલન્ટ કિલર” તરીકે ઉભરી રહી છે. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ (NFHS-5) ના આંકડા અનુસાર, શહેરી વિસ્તારોમાં દર ચોથો વ્યક્તિ વધતા વજનની સમસ્યાથી પીડાય છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ચલાવવામાં આવતા ‘ફિટ ઈન્ડિયા મુવમેન્ટ’, ‘ઈટ રાઈટ ઈન્ડિયા’ અને ‘મેદસ્વિતામુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાત અભિયાન’ નો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને કઠિન કસરતો, મોંઘીદાટ દવાઓ વગર, માત્ર પોતાના રસોડાના સાચા ઉપયોગથી નિરોગી બનાવવાનો છે.

૧. ”૮૦:૨૦ નો ગોલ્ડન રૂલ: મહેનત ઓછી, પરિણામ વધુ” ::

આરોગ્ય નિષ્ણાતોના મતે વજન નિયંત્રણમાં ૮૦% ફાળો દૈનિક આહારનો અને માત્ર ૨૦% ફાળો શારીરિક શ્રમનો હોય છે. એટલે કે, જો આહારનું ગણિત સમજી લેવામાં આવે, તો જીમમાં કલાકો સુધી પરસેવો પાડયા વગર પણ મેદસ્વિતા પર વિજય મેળવી શકાય છે.

૨. ”૧-મિનિટ હોમમેઇડ હેલ્ધી ડ્રિંક્સ (Fat Burner Drinks) ::

સવારે ખાલી પેટે લેવામાં આવતા આ સરળ પીણાં શરીરનું મેટાબોલિઝમ (ચયાપચય દર) બુસ્ટ કરે છે. જીરા-મેથી-તજ ઉકાળો જેમાં રાત્રે ૧ ચમચી જીરું અને અડધી ચમચી મેથી પલાળીને સવારે તેમાં ચપટી તજ પાવડર ઉમેરી નવશેકું પીવાથી બેલી ફેટ/ પેટની ચરબી ઓગળે છે.

સરગવાના પાનનું પાણી (Moringa Water) જે આજકાલ ખૂબ પ્રચલિત બન્યું છે. સરગવો એ સુપરફૂડ છે. સરગવાના પાનનો પાવડર ઉકાળીને પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો (Toxins) દૂર થાય છે અને ઇન્સ્યુલિન લેવલ જળવાઈ રહે છે. હળદર-લીંબુનું પાણી એ એક આયુર્વેદિક દવા પણ છે. નવશેકા પાણીમાં હળદર અને અડધું લીંબુ નીચોવીને પીવાથી પેટની પાચનક્રિયા ઝડપી બને છે.

૩. Smart Meal Dish – સંતુલિત ભોજન ::

શ્રી અન્ન (મિલેટસ) કે જેમાં બાજરો, જુવાર, રાગી, રાજગરો આવે છે. આ તમામ ફાઇબરથી ભરપૂર હોય છે. જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. શાકાહારી થાળીમાં પ્રોટીનના સ્ત્રોત તરીકે મગ, અંકુરિત કઠોળ, પનીર, ચણા આવે છે. જે મસલ્સને મજબૂત કરે છે અને કેલરી બર્ન કરવાની ક્ષમતા વધારે છે. વોટર-રીચ વેજીટેબલ્સ એટલે કે જેમાં પાણીનો ભાગ વધારે હોય તેમાં દૂધી, કાકડી, સરગવો, પાલક આવે છે. જે ઓછી કેલરીમાં ભરપૂર પોષણ પૂરું પાડે છે.

૪. મગજ અને પાચનનો સીધો સંબંધ: ‘બ્રેઈન ફૂડ’ (Brain Food for Weight Loss) ::

વજન વધવાનું એક મોટું કારણ Stress (તણાવ) અને Sleep Deprivation (ઓછી ઊંઘ) છે. જેનાથી ‘કોર્ટીસોલ’ હોર્મોન વધે છે અને ઓવર-ઈટીંગ (વધુ પડતું ખાવાનું) થાય છે. આ માટે મગજને શાંત રાખતા સુપરફૂડસ ખૂબ જ જરૂરી છે. જેમાં અખરોટમાં ઓમેગા-૩ ફેટી એસિડ હોય છે, જે મગજને શાંત રાખી ખોટી ભૂખ (Cravings) ને અટકાવે છે.

અળસી અને તલ (Flaxseeds) તે હોર્મોનલ ઈમબેલેન્સ ઘટાડી વજન નિયંત્રિત કરે છે. દહીં અને છાશ (Probiotics) ગુજરાતી થાળીનો મહતપૂર્ણ હિસ્સો રહ્યો છે. આપણા આંતરડાને “બીજું મગજ” (Second Brain) કહેવામાં આવે છે. જો પેટમાં ગુડ બેક્ટેરિયા યોગ્ય હશે, તો મગજ પણ સ્ટ્રેસ-ફ્રી રહેશે અને વજન ઝડપથી ઘટશે.

૫. ‘માઇન્ડફુલ ઇટિંગ’ – વગર મહેનતે મગજનું રી-પ્રોગ્રામિંગ ::

આ માટે ચાવી-ચાવીને ખાવું જોઈએ. એક કોળિયો ૩૨ વખત ચાવવાથી મગજને ૧૫ મિનિટમાં ‘પેટ ભરાઈ ગયું છે’ નો સિગ્નલ મળે છે, જેથી વ્યક્તિ જરૂર કરતાં ૨૦% ઓછું ખાય છે. સ્ક્રીન-ફ્રી આહાર એટલે કે ટીવી કે મોબાઈલ જોતાં જોતાં ખાવાથી મગજને ખોરાકનું પ્રમાણ સમજાતું નથી અને વજન વધે છે.

ઉપરોક્ત જણાવેલ તમામ બાબતોનું જો આપણે જીવનમાં નિયમિતપણે પાલન કરીએ તો બેશક મેદસ્વિતા મુક્ત બની શકીએ છીએ અને બેઠાડું, રોગી, અણઘડ જીવન શૈલીથી આપણે સૌ બચી શકીએ છીએ.

Back to top button
error: Content is protected !!