શહેરા લીમડી ચોકમાંથી બંધ ઘરમાં પાના-પત્તાનો હારજીતનો જુગાર રમતા કુલ-૧૪ જુગારીયાઓને કુલ રોકડા રૂ.૫૭,૭૫૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૨,૭૪,૨૫૦ ના જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડતી શહેરા પોલીસ

શહેરા
તા.૨૭/૧૨/૨૦૨૪
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી સાહેબ તથા પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ જુગારની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ સુચનાઓ આપેલ અને ગોધરા વિભાગ ગોધરાના નાયબ પોલીસ અધિક્ષક એન.વી.પટેલ સાહેબ નાઓએ ખાનગી બાતમીદારો રોકી, હ્યુમન સોર્સીસનો વધુમાં વધુ ઉપયોગ કરી જુગારની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચન અને માર્ગદર્શન પુરૂ પાડેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એ.બી.ચૌધરી શહેરા પોલીસ સ્ટેશન નાઓને ખાનગી બાતમીદારથી એવી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, શહેરા નગરના લીમડી ચોકમાં રહેતો ઈમરાનભાઈ ઉમરભાઇ શેખ નાનો તેના ઘરમાં કેટલાક ઇસમો ભેગાં મળી પાના-પત્તાનો હારજીતનો જુગાર રમી રમાડે છે. જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર નાઓએ પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમના માણસોને બાતમી હકિકતની સમજ કરી રેઇડ કરાવતા જુગાર રમતા (૧) ઇરફાન કૈયુમ પટેલ ઉ.વ.૪૬ રહે.સંતરામપુર પટેલ ફળીયું તા.સંતરામપુર જી.મહિસાગર (૨) ઇમરાન કૈયુમ મૌરયા ઉવ.૩૬ રહે.સુખસર પીપળી ચોક તા.ફતેપુર જી.દાહોદ (૩) યાસીન ઈસાક સીતા ઉવ.૩૬ રહે.સુખસર પીપળી ચોક તા.ફતેપુર જી.દાહોદ (૪) આસીફ સબ્બીર બગડવાલા ઉવ.૪૪ રહે.સંતરામપુર વાડી વિસ્તાર તા.સંતરામપુર જી.મહિસાગર (પ)ઇલ્યાસ કૈયુમ મૌરયા ઉવ.૩૫ રહે.સુખસર પીપળી ચોક તા.ફતેપુરા જી.દાહોદ (૬) પ્રફુલભાઇ મહાસુખલાલ પંચાલ ઉવ.૫૪ રહે.સુખસર પ્રજાપતિ ફળીયુ તા.ફતેપુરા જી.દાહોદ (૭)રાજેશભાઇ શેવાભાઇ કોળીબાવા ઉવ.૪૮ હાલ રહે.સુખસર તા.ફતેપુરા જી.દાહોદ મળુ રહે.સલ્લો કોળીબાવા ફળીયું તા.બાગીદોર જી.બાસવાડા રાજસ્થાન (૮) ઇકબાલ રૂમીદ શેખ ઉવ.૩૯ રહે.સંજેલી પોલીસ સ્ટેશન પાછળ તા.સંજેલી જી.દાહોદ (૯)યાસીન સલામભાઇ શેખ ઉવ.૩૪ રહે.સંતરામપુર અરબવાડા તા.સંતરામપુર જી.મહિસાગર (૧૦)સબ્બીરખાન મુરતુમખાન પઠાણ ઉવ.૪૨ રહે.કાલોલ સડક ફળીયું તા.કાલોલ જી.પંચમહાલ (૧૧)ઈમરાનભાઇ ઉમરભાઇ શેખ ઉવ.૪૦ રહે.શહેરા લીમડીચોક તા.શહેરા જી.પંચમહાલ (૧૨) ફારૂક મસ્તુ શેખ ઉવ.૪૩ રહે.સંતરામપુર નવી વસાહત તા.સંતરામપુર જી.મહિસાગર (૧૩)અલ્તાફ સલામ શેખ ઉવ.૪૩ રહે.સંતરામપુર અરબવાડા તા.સંતરામપુર જી.મહિસાગર (૧૪)સકીલ મુસ્તાફ સંચાવાલા ઉવ.૩૬ રહે.શહેરા કોલીવાડ તા.શહેરા જી.પંચમહાલ નાઓને શહેરા ગામે લીમડી ચોકમાં રહેતા ઈમરાનભાઇ ઉમરભાઇ શેખ નાઓના બંધ ઘરમાંથી જુગાર રમતા પકડી પાડેલ. આ તમામ ઇસમોની રૂ.૪૨,૫૬૦/- તથા દાવ ઉપરના રૂ.૧૫,૧૯૦/- તથા મોબાઇલ ફોનો ની કિ.રૂ.૪૧,૫૦૦/- તથા ગંજી પાનાં-પત્તાં કુલ નંગ-૫૨ કિ.રૂ.૦૦/- તથા કેટ નંગ-૭ કિ.રૂ.૦૦/- તથા લાઇટ બીલ-૦૧ કિ.રૂ.૦૦/-તથા ઈકો ગાડી રજી.નં.GJ20AQ1092 ની કિ.રૂ.૧,૩૫,૦૦૦/- તથા અલ્ટો ગાડી રજી.નં.GJ6DQ3122 ની કિ.રૂ.૪૦,૦૦૦/- એમ મળી કુલ કિ. રૂ.૨,૭૪,૨૫૦/- નોજુગારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ અને પકડાયેલા ઉપરોકત ઇસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.







