GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ રાવળ ફળિયા પ્રાથમિક શાળા ના પ્રવેશ દ્વારે ગંદકી ને કારણે બાળકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબુર!!

તારીખ ૩૧/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ઝાંપા બજાર પાસે આવેલ રાવળ ફળિયા પ્રાથમિક શાળા ના પ્રવેશ દ્વારે ગંદા પાણી ભરાયાં હોવાથી શાળામા અભ્યાસ કરવા આવતા બાળકો ગંદા પાણી માંથી પસાર થવા મજબૂર બન્યા છે. આસપાસનાં વિસ્તારમાં થી આવતુ ગંદુ પાણી શાળા પાસે ભરાવવા થી કોઇ ગંભીર રોગચાળો ફાટે તે પહેલા પાલીકા દ્વારા સાફ સફાઈ થાય તેવી માંગ છે.








