BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચમાં LCBએ 8 જુગારીઓને ઝડપ્યા, 5 નાસી છૂટ્યા:ખુર્શીદ પાર્કની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હતા અને પોલીસ ત્રાટકી, 1.21 લાખનો મુદ્દામાલ જપ્ત

સમીર પટેલ, ભરૂચ

ભરુચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલાં ખુર્શીદ પાર્ક સોસાયટી પાણીના પ્લાન્ટ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા આઠ જુગારીઓને LCB પોલીસની ટીમે ઝડપી પાડ્યા છે. જ્યારે પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને સ્થળ પરથી રોકડા રૂપિયા તથા બે મોટર સાઈકલ સહીત કુલ કિંમત રૂપિયા 1.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ LCBની આજ રોજ વહેલી સવારે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતી, દરમ્યાન બાતમી હકિકત મળેલ કે, “ભરુચ શહેર ખુર્શીદ પાર્ક સોસાયટીમાં પાણીના પ્લાન્ટ પાસે આવેલી ખુલ્લી જગ્યામા સ્ટ્રીટ લાઇટના અજવાળામાં કેટલાક ઇસમો ભેગા મળી પોતાના આર્થીક ફાયદા માટે જુગાર રમે છે.જેથી LCB ની ટીમે માહિતીવાળા સ્થળ પર રેઇડ કરતા જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. આ રેઇડ દરમ્યાન પોલીસે સ્થળ પરથી આઠ જુગારીઓને રોકડા રૂપીયા,મોબાઈલ નંગ- 07,મોટર સાઈકલ નંગ-02 તથા જુગાર રમવાના સાધનો મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ.1,21,580 સાથે ઝડપી પાડ્યા હતાં.જ્યારે અલતાફ બોસ,સઇદ શેખ, ઇત્તેખાર મચ્છી, કૈયુમ મચ્છી અને અબરાર શેખને વોન્ટેડ જાહેર કરીને તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
મોહંમદ સલીમ ઉર્ફે ઝીંદા ગુલામનબી શેખ રહે. રહેમત પાર્ક મનુબર ચોકડી તા.જી.ભરુચ,સોહેલખાન અઝીઝખાન પઠાણ રહે.સિપાઇવાડ નગીના મસ્જીદ ફાટા તળાવ તા.જી.ભરૂચ,સમીર અબ્દુલ મુનાફ શેખ રહે. લાલબજાર ચુનારવાડ તા.જી.ભરૂચ,મોહંમદ સોએબ મેહમુદમિંયા શેખ રહે.હાજીપીર કીરમાલી તા.જી.ભરૂચ, મુઝમ્મીલ ગુલામ અકબર મલેક રહે, કતોપર બઝાર, કાનુંગાવાડ બાવડી તા.જી.ભરુચ,ઇરફાનખાન ફરીદખાન પઠાણ રહે.પરદેશી વાડ મદીના હોટેલ પાસે તા.જી.ભરુચ, સાદીકખાન ઇબ્રાહીમખાન મીઠાઇવાલા રહે, કતોપોર બઝાર, કાનુંગાવાડ બાવડી તા.જી.ભરુચ અને નશરુદ્દિન મોહસીનુદ્દીન સૈયદ રહે.હુશેનીયા-૨,શીફા સામે તા.જી.ભરુચને ઝડપી પાડ્યા હતાં.

Back to top button
error: Content is protected !!