GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વિશ્વાસઘાત અને છેતરપીંડી નાં ગુન્હામાં નાસતા ફરતાં વોન્ટેડ આરોપીને કાલોલ પોલીસે ઝડપી પાડયો

 

તારીખ ૦૫/૦૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

જીલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જીલ્લામાં નાસતા ફરતાં વોન્ટેડ આરોપી ઓને પકડવા માટે જરૂરી માર્ગદર્શન સાથે કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે આધારે કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમીદારથી તેમજ હુમન ટેકનીકલ સોર્સીસ નાં આધારે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, કાલોલ પોલીસ સ્ટેશનના વિવિધ ગુન્હાના આરોપી ટ્રેક્ટરો નાં ભાડા કરાર કરી ખેડૂતોને ભાડુ આપનું નક્કી કરી ટ્રેક્ટરો ઉંચી રકમે ગીરવે મૂકી વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી કરી નાસી જનાર નાસતા ફરતા આરોપી જીગરભાઈ રતનસિંહ સોલંકી રહે. કંડાચ રાણીયા ફળિયું તાલુકા કાલોલ જીલ્લા પંચમહાલ તે આરોપી હાલમાં તેના ઘરે હાજર છે તેવી ચોક્કસ બાતમી આધારે તેના ઘરે જઈ આરોપીને પકડી પાડી કાલોલ પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!