મલાણી સાહીઠ પ્રજાપતિ સમાજના તેજસ્વી તારલાઓ નો સન્માન કાર્ય ક્રમ યોજાયો

6 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
મલાણી સાહીઠ પ્રજાપતિ સમાજ સંચાલિત ઇનામ વિતરણ કમિટી દ્વારા તેજસ્વી તારલાઓ નો દસમો ઇનામ વિતરણ કાર્ય ક્રમ સાંગલા મુકામે યોજાયો હતો આ કાર્યક્રમ મા સમાજ ના ધોરણ એક થી સ્નાતક અને અનુ સ્નાતક સુધીની ડિગ્રી પ્રાપ્ત કરનાર વિધાર્થીઓ ને પ્રથમ દ્રિતીય અને તૃતીય નબર પ્રાપ્ત કરનાર વિધાર્થીઓ ને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ચાલુ વર્ષા મા સરકારી નોકરી મેળવનાર સમાજના તારલાઓ ને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ને આકાર્યક્રમ મા કાર્યક્રમ ના મુખ્ય વક્તા અનીષા બેન પ્રજાપતિ દ્વારા સમાજના વિધાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે અને સમાજ કુરિવાજો માંથી મુક્ત બને તે માટે બહેનો ને પહેલ કરવા આહવાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજ ના અગ્રણી બાબુભાઇ ચડોખિયા એ સમાજ એક બની એકબીજાને મદદ રૂપ થઈ શિક્ષિત બને અને સમાજના ગરીબ વિધાર્થીઓ ને મદદ કરવા માટે માર્ગ દર્શન પૂરું પાડ્યું હતું આ ઇનામ વિતરણ કાર્યક્રમ મા મુખ્ય વક્તા અનીષા બેન પ્રજાપતિ સમાજના અગ્રણી બાબુભાઇ ચડોખિયા મલાણી સાહીઠ પ્રજાપતિ સમાજ ના પ્રમુખ ચમન ભાઈ ઇનામ વિતરણ કાર્યક્રમના પ્રમુખ વીરચંદ ભાઈ પ્રજાપતિ મંત્રી મનુભાઈ પ્રજાપતિ તેમજ સ્વામી શ્રી નિર્મળાપુરી મહારાજ પાલનપુર સહીત સમાજ ના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા





