GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના બોરુ ખાતે થી રોયલ્ટી પાસ વગર રેતી ભરીને પસાર થતું ટ્રેકટર મામલતદારે ઝડપ્યું.

તારીખ ૩૧/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ વિસ્તારમાં મામલતદાર, સર્કલ ઓફિસર અને અન્ય અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન સંજયભાઈ ભીમાભાઈ નાયક (ઉ.વ. આશરે ૩૦, રહે. જેતપુર, જિ. પંચમહાલ) પોતાનું ટ્રક (નં. GJ17CA0985) જેની માલિકી પણ તેમની જ છે, તેમાં આશરે ૧.૫ મેટ્રિક ટન રેતી ખનિજ ભરીને પસાર થઈ રહ્યા હતા.ચેકિંગ દરમિયાન અધિકારીઓએ વાહન સાથે રાખવાના થતા નિયમો મુજબ રોયલ્ટી પાસ, ડીલિવરી ચલણ, કાંટા પાવતી તેમજ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતામાં વાહન રજીસ્ટ્રેશનના આધાર પુરાવા માંગ્યા હતા. જે વાહનચાલક પાસે ન હોવાનું અને રોયલ્ટી પાસ વગર જ ખનિજનું ગેરકાયદેસર વહન કરતું હોવાનું કબૂલ કરવામાં આવ્યું હતું. આ મામલે અધિકારીઓ દ્વારા નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે આ ટ્રેક્ટર કાલોલના જાણીતા ખનીજ માફિયા નુ છે અને તેણે પોતાના ડ્રાઈવર ના નામે ટ્રેક્ટર લીધેલ હોવાનું ચર્ચામાં આવી રહ્યુ છે. કાલોલ મામલતદાર કચેરીના આ ખનીજ માફિયા ઉપર ચાર હાથ હોવાથી તેનું ટ્રેક્ટર પકડતા નહોતા અને પકડાય તો છોડી દેવામાં આવતુ હતુ આ કિસ્સામાં પણ પકડાયેલું ટ્રેકટર છોડી દેવામાં આવ્યું હતુ પરંતુ ખનન માફિયાઓના વોટ્સએપ ગ્રુપ માં ખનીજ માફિયા ના નામ જોગ ફક્ત ૫ સેકન્ડ નો વોઇસ મેસેજ આવ્યો હતો કે,”ફલાણા ભાઇનું ટ્રેક્ટર પકડે છે તો છોડી દે છે આપડા કેમ પકડે છે બડા ભાઈ” ફ્કત આ મેસેજ ને કારણે છોડી દીધેલું રેતી ખાલી કરેલુ ટ્રેક્ટર પાછું બોલાવ્યું અને રોજકામ કર્યું હોવાની વિગતો ખુબ ચર્ચામાં ચાલી રહી છે ત્યારે ખનીજ માફીયાઓ સામે ની મામલતદાર કચેરીની કામગીરી માં પણ વ્હાલા દવલા ની નીતી ચાલતી હોય તેવું લાગી રહ્યુ છે.

Back to top button
error: Content is protected !!