
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ઓઢા (પાણીબાર )ગામનું ગૌરવ, ભાવનગર ખાતે યોજાયેલ માસ્ટર એથલેન્ટિક્સ ૨૦૨૫ માં 57 વર્ષીય ભગવાનદાસે ઊંચી કુદ જમ્પમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલ ઓઢા પાણીબાર ગામના રમતવીર તરાળ ભગવાનદાસ કાનાભાઇએ અલગ અલગ રમતોમાં ૫૭ વર્ષની ઉંમરે પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી મેડલો પ્રાપ્ત કર્યા છે અગાઉ પણ ૨૦૨૪ માં ગુજરાતમાં યોજાયેલ અથલેન્ટિક્સમાં ૪૦૦ મીટર દોડમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી સમાજ તેમજ તાલુકાનું નામ રોશન કરેલ છે હાલમાં યોજાયેલ અથલેન્ટિક્સ ૨૦૨૫ માં જમ્પ ઊંચી કુદમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે ભગવાનદાસએ મલેશિયા તેમજ વિદેશોમાં પણ રમતોમાં ભાગ લઈ શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ છે ભગવાનદાસનો આખો પરિવાર વર્ષોથી રમત ગમત ક્ષેત્રે સંકળાયેલો છે પોતાની પત્ની તેમજ પુત્રીએ પણ કરાટે ચેમ્પિયનમાં અનેક મેડલ તેમજ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલા છે આટલી ઉંમરે પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ઓઢા ગામના તરાળ ભગવાનદાસને મેઘરજ તાલુકાનું નામ નામ રોશન કરવા બદલ સમગ્ર તાલુકાના લોકો અભિનંદન અભિનંદન વર્ષાવી રહ્યાં છે




