કાલોલમાં ભૂખ્યાને ભોજન જમાડી પોતાનો જન્મ દિવસની ઊજવણી કરતા તાલુકા ભાજપ પ્રમુખ મહીદીપસિંહ ગોહિલ.

તારીખ ૧૦/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના નવયુવાનોએ જન્મ દિવસની ઉજવણી કેક કાપી આર્થિક રીતે ખુબ ખર્ચા કરતા હોય છે. જ્યારે કાલોલ ના યુવાનોમાં એક નવો વિચાર આવતાં તેમણે બિન જરૂરી ખર્ચાઓને પડતા મુકી કાલોલ નગર વિસ્તાર બસ સ્ટેન્ડ,ફૂટપાર્થ, હોસ્પિટલ, કે જાહેર સ્થળોએ ભુખ્યા વ્યક્તિઓ સૂતા હોય તેવા લોકોને એક સમય જમાડવા નું વિચારી રોજ રાત્રીએ “ભુખ્યાને ભોજન” નામનું એક ગ્રૂપ શરૂ કરવામાં આવ્યું છે. આ ગ્રુપ નાં કૃણાલ બારોટ તેમજ ડેરોલસ્ટેશન,તેમજ કાલોલ ના કેટલાક મિત્રો દ્વારા આ ગ્રુપની શરૂવાત કરવામા આવી છે.
આવા ભગીરથ કાર્યને સાથ સહકાર આપવા કાલોલ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના નવનીયુક્ત યુવા પ્રમુખ એવા મહીદિપસિંહ ગોહિલનો આઠ જાન્યુઆરીને બુધવારના રોજ જન્મદિવસ હોવાથી તેમણે કેક અને શોખોને મુલતવી રાખી કાલોલ નગરમાં ચાલતા “ભૂખ્યાને ભોજન” નો સંપર્ક કરી એક દિવસનું ભોજન તેમના તરફથી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બુધવાર અને જન્મદિવસે રાત્રે કાલોલ નગરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં તેમજ ફુટપાટ અને દવાખાને ની આસપાસ જે જરૂરિયાત મંદ વ્યક્તિઓ રહે છે. તેવા વ્યક્તિઓને પાકું ભોજન દાળ ભાત, શાક, રોટલી અને એક મીઠાઈ ની વાનગીઓ તૈયાર કરી અંદાજિત ૧૫૦ માણસ ની રસોઈ તૈયાર કરી ભૂખ્યાઓને ભોજન જમાડવામાં ભારતીય જનતા પાર્ટીની ટીમ સહિત બસ સ્ટેશનમાં પહોંચી ભોજન આપ્યું હતું.
બસ સ્ટેન્ડમાં સુતા ભૂખ્યા વ્યક્તિઓને તાલુકા મંડળ પ્રમુખ મહીદિપસિંહ ગોહિલ, મહામંત્રી કિરણસિંહ સોલંકી, માજી મંડળ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, હર્ષકુમાર વ્યાસ, તેમજ યુવા મોરચાના કાર્યકરોએ ભૂખ્યાને ભોજન પીરસવામાં સહાયરૂપ બન્યા હતા.





