BANASKANTHAGUJARATPALANPUR

શ્રીમતી સાળવી સ્વસ્તિક પ્રાથમિક શાળાના બાળકોએ પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી

17 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુર સંલગ્ન શ્રીમતી સાળવી પ્રાથમિક શાળાના ધોરણ-૩ ના બાળકોએ ગુરૂવારના રોજ પર્યાવરણ વિષય અંતર્ગત પત્રનો પ્રવાસ એકમના આધારે પાલનપુરમાં આવેલી મુખ્ય હેડ ઓફિસ, જોરાવર પેલેસ ની મુલાકાત લીધી હતી. પોસ્ટ ઓફિસ ના હેડ માસ્તર શ્રી ભરતભાઈ દેસાઈ અને પ્રદીપભાઈ તથા ખુશ્બુબેને તમામ બાળકો અને સ્ટાફ મિત્રોને આવકાર્યા હતા. ભારતીય ડાક વિભાગ દ્વારા પોસ્ટ ઓફિસની ઉપલબ્ધ સેવાઓ વિશે માહિતી આપી હતી. પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ બાળકોને પોસ્ટ ઓફિસના વિવિધ કાર્યો તેમજ પત્રો અને વિવિધ ટપાલ પેટી વિશે માહિતગાર કર્યા હતા. દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ ખાતા વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાત નું આયોજન શ્રી સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્યશ્રી મહેશભાઈ પટેલ, શ્રી રવિન્દ્રભાઈ મેણાત અને ઉપાચાર્ય રંજનબેન પટેલના સહયોગ દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!