INTERNATIONAL

રિસોર્ટની હોટલમાં આગ લાગતાં 66 લોકો ભડથું થઈ ગયાં !!!

તૂર્કિમાં આગ અને મોટી જાનહાનીની એક માઠી ખબર આવી છે. પોપ્યુલર સ્કાઈ રિસોર્ટની હોટલમાં આગ લાગતાં ઓછામાં ઓછા 66 લોકો ભડથું થઈ ગયાં હતા. ગૃહ મંત્રીએ આ માઠી ખબર આપી હતી. બોલુ પ્રાંતના કારતલકાયાના રિસોર્ટમાં આવેલી 12 માળની ગ્રાન્ડ કારતલ હોટલની રેસ્ટોરન્ટમાં રાતે 3:30 વાગ્યે આગ ફાટી નીકળી હતી.

આગ લાગતાં રિસોર્ટમાં હાહાકાર મચ્યો હતો, બધા બચવાના માર્ગ શોધવા લાગ્યાં હતા, કેટલાક બારીઓ પરથી નીચે ખાબક્યાં હતા. કેટલાક લોકોએ ચાદર અને ધાબળાનો ઉપયોગ કરીને તેમના રૂમમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો.

સ્કી રિસોર્ટની હોટલમાં અચાનક આગ લાગતાં 66 લોકોએ જીવ ગુમાવ્યો છે. સ્થાનિક સમયાનુસાર મંગળવારે વહેલી સવારે 3.27 વાગ્યે કાર્તલકાયાના પહાડની ટોચે સ્થિત રિસોર્ટમાં 12 માળની ગ્રાન્ડ કાર્ટલ હોટલની રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. જેમાં ઘણા લોકો ગૂંગળામણના કારણે મૃત્યુ પામ્યા હતા. સ્કૂલોમાં રજાઓના કારણે 80થી 90 ટકા રિસોર્ટ પેક હતો. 230થી વધુ ગેસ્ટ એ ચેક ઇન કરેલું હતું.

આરોગ્ય મંત્રી કેમલ મેમિસોગ્લુએ જણાવ્યું હતું કે, ‘ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડની 30 ગાડીઓ અને 28 એમ્બ્યુલન્સ પહોંચી હતી. પરંતુ હોટલ પહાડની ટોચ પર હોવાથી આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલીઓ નડી રહી છે. આસપાસની અન્ય હોટલને પણ ખાલી કરવા અપીલ કરી છે. આગ લાગવા પાછળનું કારણ હજી જાણી શકાયું નથી.’

Back to top button
error: Content is protected !!