GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેર પોલીસ સ્ટેશનમાં લૂંટ ધાડના ગુનામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો

WANKANER:વાંકાનેર પોલીસ સ્ટેશનમાં લૂંટ ધાડના ગુનામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો
વાંકાનેર પોલીસ સ્ટેશનના લૂંટ અને ધાડના ગુનામાં સંડોવાયેલ ઇસમ 25 વર્ષથી નાસતો ફરતો હતો જેને આખરે મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે મધ્યપ્રદેશથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા એલસીબી/પેરોલ ફર્લો સ્કોવડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2000 ની સાલમાં લૂંટ અને ધાડના ગુનામાં સંડોવાયેલ આરોપી કાલુ ઉર્ફે હલુ શકરીયા ભુરીયા રહે કોયાધારિયા જી જાંબુઆ મધ્યપ્રદેશ વાળો હાલ તેના રહેણાંક મકાને હોવાની બાતમીને આધારે ટીમે મધ્યપ્રદેશ ખાતે આરોપીના મકાનેથી ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ મથકને સોપવામાં આવ્યો છે









