BANASKANTHAGUJARATPALANPUR

જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુરમાં ‘Cyber security awareness’વ્યાખ્યાન યોજાયું

23 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટ્સ, પાલનપુરમાં સાયબર ક્લબ અંતર્ગત તારીખ 23/1/ 2025 ના રોજ સવારે 9:00 થી 10:00 દરમ્યાન થિયેટર હોલ નં-1 માં Cyber security awareness વ્યાખ્યાનનું આયોજન પ્રિ. ડૉ.ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ ડૉ. જાનકીબેન દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા તરીકે ‘જ્યોતભાઈ જોશી’ દ્વારા “Cyber security awareness”વ્યાખ્યાનમાં પ્રવર્તમાન સમયમાં ચાલતા સાયબર ક્રાઇમ, સાઇબર સેફ ટુલ્સ, સાયબર ફ્રોડના વિડીયો વગેરેની માહિતી PPT ના માધ્યમથી વિદ્યાર્થીઓને વિસ્તૃત રીતે સમજાવ્યા હતા,જેનો લાભ 85 વિદ્યાર્થીઓએ લીધો હતો. આ કાર્યક્રમમાં ડૉ.સુરેખાબેન પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. પ્રવર્તમાન સમયમાં ચાલતા સાયબર ક્રાઇમ નો ભોગ વિદ્યાર્થીઓ ન બને અને તેઓમાં આ બાબતે જાગૃતિ આવે તેવા શુભ આશયથી પ્રતિવર્ષ સાયબર ક્લબ દ્વારા વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!