ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ નવાગામ (ઈસરી ) ગામે એક જ રાતમાં 8 ખેડૂતોના ખેતરમાંથી મોટરના કેબલની થઈ ચોરી, ઈસરી પોલીસ ચોરીના ગુન્હા ઉકેલવામાં નિષ્ફળ

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ નવાગામ (ઈસરી ) ગામે એક જ રાતમાં 8 ખેડૂતોના ખેતરમાંથી મોટરના કેબલની થઈ ચોરી, ઈસરી પોલીસ ચોરીના ગુન્હા ઉકેલવામાં નિષ્ફળ

શિયાળાની ઋતુમાં મોટાભાગે ચોરીની ગેંગ સક્રિય થાય છે . હાલ ખેડુતોની ખેતીની સીઝન ચાલું છે જેમા ખાસ કરીને ઘઉંની સીઝનમા જ ખેડુતો પર આભ ફાટ્યું જેવી સ્થિતિ સર્જાઇ છે.ખેડુતના ખેતરમાં મોટરનાં કેબલ ચોરાયાની ધટના સામે આવિ છે

ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નવાગામે ગતરાત્રીના સમય એક નહીં પરંતુ 8  જેટલા ખેડૂતોને ખેતરમાં રહેલા મોટરના કેબલ ચોરાયાની ઘટના સામે આવી છે ખેડૂતોના જણાવ્યા અનુસાર જ્યારે ખેડૂતો પોતાના ખેતરની અંદર ઘઉંના પાકને પાણી માટે મોટર શરૂ કરવા ગયા ત્યારે મોટર શરૂ ન થતો એકાએક ખ્યાલ આવ્યો કે મોટર કેમ શરૂ થતી નથી.ખેડુતો એ જોયું તો મોટરના કેબલ બોર્ડ પરથી કાપેલી હાલતમા જોવા મળ્યાં હતાં. જેમાં એક નહીં પરંતુ આઠ જેટલા ખેડૂતોના ખેતરમાં કેબલ કાપેલી હાલતમાં જોવા મળતા ખેડૂતોએ આ કેબલની ચોરી થઈ હોવાની શંકા સેવાય રહી છે ત્યારે આ બાબતે ઇસરી પોલીસ સ્ટેશનના નાઈટ પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલો ઊભા થયા છે બીજી તરફ છેલ્લા છ મહિનાની અંદર ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ચોરીના કેટલાય બનાવો બન્યા છે પરંતુ આજ દિન સુધી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ નિષ્ફર નિવડી હોય તેવું લાગી રહયું છે બીજી તરફ છેલ્લા એક મહિના પહેલા નવાગામ ગામમાં રાત્રિના સમયે ત્રણ મકાનોના તારા તોડ્યા હતા તેનો પણ હજુ ભેદ ઉકેલાયો નથી ત્યાં નવાગામ ગામની અંદર ખેડૂતોના ખેતરના કેબલ ની ચોરી થયાની ઘટના સામે આવતા ખેડૂતોની અંદર રોષ જોવા મળ્યો હતો ઇસરી પોલીસ ચોરોને ઝડપે અને સબક શીખાડે તેવી ખેડૂતો માંગ સેવી રહ્યા છે

Back to top button
error: Content is protected !!