AMRELI CITY / TALUKOGUJARATSAVARKUNDALA

સાવરકુંડલા માનવ મંદિર આશ્રમે ગીર ગાય દ્વારા એક સાથે બે વાછરડાને જન્મ આપવાની દુર્લભ ઘટના બની

યોગેશ કાનાબાર રાજુલા

સાવરકુંડલા માનવ મંદિર આશ્રમે ગીર ગાય દ્વારા એક સાથે બે વાછરડાને જન્મ આપવાની દુર્લભ ઘટના બની

સાવરકુંડલા થી પાંચ કિલોમીટર હાથસણી રોડ ઉપર મનોરોગી આશ્રમ માનવ મંદિર આવેલું છે જ્યાં પૂજ્ય ભક્તિ બાપુ ની નિશ્રામાં 55 જેટલી મનોરોગી મહિલાઓ પુનર્જીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે ઉપરાંત મનોરોગી બહેનોના જીવનમાં પરિવર્તન લાવવા માટે 25 જેટલી ગીર ગાયો ની ગૌશાળા આવેલી છે જેનું દૂધ છાશ અને ઘી મનોરોગી બહેનોને આપીને તેમના જીવનમાં આરોગ્યપ્રદ શક્તિઓ પ્રાપ્ત થાય તે હેતુસર આપવામાં આવે છે આજે વહેલી સવારે માનવ મંદિરની એક ગાય કે જેણે એક સાથે બે વાછરડાને જન્મ આપ્યો સામાન્ય રીતે મનુષ્યમાં ટ્વીન્સના જન્મ થતા જોયા છે પરંતુ પશુઓમાં એક સાથે બે બચ્ચાઓ આવે તેવી આ પહેલી ઘટના સામે આવી છે ભક્તિ બાપુએ આ તબક્કે જણાવ્યું હતું કે છેલ્લા 60 વર્ષથી પોતાના વતન અને હાલ સાવરકુંડલા માં ગાયો સાથે નાતો રહ્યો છે અને એક સાથે બે વાછરડા નો જન્મ થાય તેવી તેમના જીવનની આ પહેલી ઘટના છે તેમ જ એક સાથે બે વાછરડાઓના જન્મ થયા હોવાની આ વિરલ ઘટના બનતા તેઓએ કુદરતનો આભાર માન્યો હતો હાલ બંને વાછરડાઓ માં એક વાછરડી અને એક વાછરડો છે ત્રણેયની તબિયત પણ સંપૂર્ણપણે તંદુરસ્ત છે

Back to top button
error: Content is protected !!