
તા.૨૬.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ સખી વન સ્ટોપ સેન્ટરએ ઉત્તર પ્રદેશરાજ્યના લખનઉ જિલ્લાની એક માનસિક રીતે અસ્વસ્થ ૬૫ વર્ષની યુવતીને વતન સુધી પહોંચાડી
દાહોદના પરેલ વિસ્તારમાં બિન વારસી હાલતમાં મહિલા જોવા મળતા એક જાગૃત રાહદારીએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનને જાણ કરી અને મહિલા વિશે માહિતી આપી. અને મહિલા હેલ્પલાઇન દ્વારા સુરક્ષા તેમજ સલામતી જળવાઈ રહે અને મહિલાને ઘર પરિવાર મળી રહે તે હેતુથી “સખી” વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે મૂકવામાં આવ્યા.જેમાં મહિલાને સાંત્વના આપી મહિલા અને બાળ અધિકારી રોહન ચૌધરી તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી પંકજ પટેલના માર્ગદર્શન હેઠળ “સખી” વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા અરજદાર મહિલાને શારીરિક રીતે અસ્વસ્થ જણાઈ આવતા તેમને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવારથી અર્થે લઈ જવામાં આવ્યા.જેમા મહિલાની શારીરિક સ્થિતિ થોડી નબળી જણાતા મહિલાને ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી મહિલાની તબિયતમાં સુધારો આવતા સખીવન સ્ટોપ સેન્ટર દ્વારા ફરી સેન્ટર પર લાવી તેમની અવારનવાર કાઉન્સિલિંગ કરવામાં આવ્યું.ત્યાર પછી મહિલાની બોલવાની ભાષા પરથી તેઓ ઉત્તર પ્રદેશના જણાઈ આવતા તેમની સાથે વધુ કાઉન્સિલિંગ કરતા તેઓ દ્વારા પ્રયાગરાજ અને લખનઉ આમ બે શહેરનું નામ લેતા કેન્દ્ર સંચાલક દ્વારા પ્રયાગરાજ અને લખનઉ “સખી” વન સ્ટોપ સેન્ટર અને ત્યાંના પોલીસ સ્ટેશન નો સંપર્ક કરી મહિલાના ફોટા મોકલ્યા.ત્યાર પછી સતત પ્રયત્નોથી તેમના પરિવારની માહિતી મળી હતી. જેથી તેમના પરિવારને સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે બોલાવવા માટે ટેલિફોનિક વાતચીત કરી.પરંતુ અરજદાર મહીલાના પતિ ની ઉંમર ૭૫ વર્ષ છે.અને તેમને કોઈ સંતાન નથી તેઓ પતિ પત્ની અરજદાર મહિલાની મોટી બહેન ના ઘરે રહેતા હતા.પરંતુ તેમની મોટી બહેનના અવસાન પછી તેઓ તેમના ભત્રીજા વહુ તેમજ ભત્રીજા સાથે રહેતા હતા.ત્યાર પછી તેમના પરિવારજનોને “સખી”વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે લેવા માટે જણાવ્યુ.પરંતુ તેમના પતિની ઉંમર ૭૫ વર્ષ થી વધારે હોવાના કારણથી તેમજ તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ દાહોદ સુધી આવી શકે તેમ ન હતા.જેથી મહિલા અને બાળ અધિકારી રોહન ચૌધરી સર તથા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી પંકજ પટેલ દ્વારા આશ્રિત મહિલાને સલામત રીતે વતન પહોંચાડવા દાહોદ જિલ્લા ક્લેકટરને આ બાબતે ચર્ચા કરી હતી દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરી.જેથી એક મહિલા કોન્સ્ટેબલ ફાળવી.ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટર ના કર્મચારી તેમજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ કોમલબેન દેસાઈ સાથે મહિલાને રૂબરૂમાં વતન રાજ્ય-ઉત્તર પ્રદેશ જિલ્લો- લખનઉ ખાતે તા.૨૩.૦૧.૨૦૨૫ ના ઘર સુધી પહોંચાડવામાં આવેલ હતા.તેમના પરિવારજનો મહિલાને સહી સલામત જોવી તેમની ખુશી નો પાર રહ્યો ન હતો.અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દાહોદ ને દિલથી આભાર વ્યક્ત કરેલ હતો




