KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં લોકશાહીના બંધારણના ૭૬માં પર્વની શાનદાર ઉજવણીઃતાલુકામાં વિવિધ કાર્યક્રમો યોજાયા

 

તારીખ ૨૭/૦૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

શહેર અને તાલુકાના વિવિધ ગામોમાં પ્રજાસતાક દિવસ ની ઊજવણી કરાઈ.એસ.ટી.પટેલ વિદ્યામંદિર જંત્રાલ ગામમાં તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતું . કાર્યક્રમમા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને કાલોલ તાલુકા વિકાસ અધિકારી જયદીપસિંહ રાઠોડ અને પીએસઆઈ પી.કે. ક્રિશ્ચયન  પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા કારોબારી અઘ્યક્ષ ઉપેન્દ્રસિંહ ચાવડા અને તાલુકા ભાજપ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ સાથે સંગઠન ના હોદેદારો તાલુકા પંચાયત ના સદસ્યો હાજર રહ્યા હતા મામલતદાર કચેરી નો સ્ટાફ હાજર રહ્યા હતા ધ્વજવંદન કાર્યક્રમ બાદ દેશ ભકિતના ગીતો સાંસ્કૃતિક કાર્યક્રમ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ. અને વૃક્ષારોપણ અને વિશિષ્ટ કામ કરનાર નુ સન્માન કરવામાં આવ્યું હતુ ભારત વર્ષના ૭૬ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે વિવિધ સરકારી કચેરી ખાતે આન બાન અને શાનથી હર્ષોલ્લાસ સાથે ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા જેમાં કાલોલ શહેર મામલતદાર કચેરીમાં મામલતદાર,તાલુકા પંચાયત કચેરીમાં કાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ , કાલોલ પોલીસ સ્ટેશનના પી.આઈ અને કાલોલ નગરપાલિકા ના ચીફ ઓફિસર મિલાપભાઇ પટેલ એમજીએસ હાઇસ્કુલ ખાતે ટ્રસ્ટી અને સીબી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે મંડળના મંત્રી વિરેન્દ્રકુમાર મહેતા હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. તાલુકાના વિવિધ ગામોમાં પ્રજાસતાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

 

Back to top button
error: Content is protected !!