AHAVADANG

ડાંગ જિલ્લા કક્ષાનાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ટેબ્લો નિર્દેશનમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી બીજા ક્રમે..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુબિર ખાતે કરવામાં આવી હતી.જેમાં જિલ્લાનાં દરેક વિભાગ દ્વારા ટેબ્લો નિર્દેશન કરવામાં આવ્યા હતા. આ ટેબ્લો નિર્દેશનમાં ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એ બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક એસ. ડી.તબિયાર અને મનરેગા શાખાના વર્કસ મેનેજર સુનિલભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ 26 જાન્યુઆરીના પર્વ નિમિત્તે ટેબ્લોનાં નિર્દેશનમાં દ્વિતીય ક્રમ ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને પ્રાપ્ત થયેલ છે. જેમાં સુબીર તાલુકાનાં મનરેગા શાખાના એ.પી.ઓ. વિપુલભાઈ ગાયકવાડ, આસી. વર્કસ મેનેજર શૈલેષભાઈ ભોયા અને મનરેગા ટીમ દ્વારા ટેબ્લો તૈયાર કરવામાં આવ્યો હતો.અને આ ટેબ્લો નિર્દેશનને સફળ રીતે રજુ કરતા દ્વિતીય ક્રમાંક આવતા સૌ કર્મચારીઓને જિલ્લા વહીવટી તંત્રની ટીમે અભિનંદન પાઠવ્યા હતા..

Back to top button
error: Content is protected !!