
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
રેલ્લાંવાડા ગામે જય બજરંગ બલી યુવક મંડળ સાગપુર દ્વારા આખ્યાન યોજાયું, આખ્યાન રૂપી પ્રાચીન સંસ્કૃતિ આજે પણ અકબંધ જોવા મળી
આજના આધુનિક યુગમાં જાણે કે પ્રાચીન પરંપરાઓ ભુલાતી હોય તેવું લાગી રહ્યું છે. દુનિયાના રંગ મંચ ઉપર લુપ્ત થતી કલાઓ આજે કેટલીક ખોવાયેલી જોવા મળે છે પરંતુ હાલ પણ પ્રાચીન સંસ્કૃતિ જોવા મળી રહી છે જે પ્રાચીન પરંપરા ને અકબંધ રાખી સંસ્કૃતિ ને ઉજાગર કરે છે. હાલ ભવાઈ સંસ્કૃતિ લુપ્ત થવાના આરે છે. બીજી તરફ આખ્યાન એ પણ એક પ્રાચીન સંસ્કૃતિ ગણવામાં આવે છે જેની અંદર પાત્રો દ્વારા વિવિધ પ્રસંગોનું વર્ણન કરવામાં આવે છે. પરંતુ કેટલાક ગામડાઓની અંદર આજે પણ આખ્યાન એ અકબંધ જોવા મળી રહ્યું છે
રેલ્લાંવાડા ગામે બજરંગ બલી યુવક મંડળ સાગપુર દ્વારા આખ્યાન યોજાયું હતું જેમાં રામદેવજી મહારાજના પ્રસંગોનું વર્ણન વિવિધ પાત્રો દ્વારા રંગમંચ પર કલાકારો ભજવી રહ્યા છે જેમાં છેલ્લા બે દિવસથી રેલ્લાંવાડા ગામે રાત્રીના સમયે આખ્યાન નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેને લઇ આજે પણ આખ્યાન રૂપી સંસ્કૃતિ અકબંધ જોવા મળી છે રામદેવજી ના જીવન પ્રસંગે ને ઉજાગર કરતા આખ્યાન ને નિહારવા આજુબાજુ ગામના અનેક લોકો આવે છે





