DAHODGUJARAT

દાહોદના રખડતા આંખલાઓનું આતંક વધ્યું ફરીવાર ગોધરારોડ આગળ આવેલી રાધે સોસાયટી પર વૃદ્ધ મહિલાને અડફેટમાં લેતા મહિલાને ગંભીર રીતે ઈજાગ્રસ્ત 

તા.૨૯.૦૧.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના રખડતા આંખલાઓનું આતંક વધ્યું ફરીવાર ગોધરારોડ આગળ આવેલી રાધે સોસાયટી પર વૃદ્ધ મહિલાને અડફેટમાં લેતા મહિલાને ગંભીર રીતે ઈજાગ્રસ્ત

આજરોજ તા.૨૮.૦૧.૨૦૨૪ મંગળવારે ૧૦ કલાકે વાત કરીયેતો દાહોદમાં રખડતાં પશુઓનું ત્રાસ ચરમસીમાએ પહોંચ્યું છે હવેતો કોઈનું ને કોઈનું જીવ જશે ત્યારેજ વહીવટી તંત્ર જાગશે એવી ચર્ચાઓએ દાહોદ શહેરમાં જોર પકડ્યું છે જેમાં વાત કરીએતો દાહોદ શહેરમાં રખડતા આંખલાઓનું આતંક દિન પ્રતિ દિન વધી રહ્યું છે.જેમાં ગોધરારોડના રાધે સોસાયટી પર ફરિવાર રખડતા આંખલાએ એક ૬૨ વર્ષીય સરલાબેન કહાર નામની વૃદ્ધ મહિલાને અડફેટમાં લીધી છે.ગોધરા રોડની રાધે સોસાયટીના હજારિયા ફળીયામાં રહેતા ૬૨ વર્ષીય સરલાબેન કહાર જે સાંજના ૧૦.૩૦ કલાકની આસપાસ જમીને ઘરની બહાર ચાલવા નીકળ્યા હતા.તે દરમિયાન હજારીયા ફળીયા નજીક રખડતા ગુસ્સેલ બિન વારસી આંખલાની નજર રસ્તે ચાલતા ૬૨ વર્ષીય વૃદ્ધ મહિલા સરલાબેન પર પડતા આંખલો દૂર થી દોડી આવી.રસ્તે ચાલતા મહિલાંને જોષ ભેર રીતે ટક્કર મારી મહિલાને ઉંચે સુધી ઉછાડી રોડ પર પાડી દીધી આંખલાએ મહિલા પર આક્રમણ કર્યું હતી મહિલાએ બુમાબુમ કરતા પરિવાર જનો તેમજ આસપાસના લોકો મહિલાની બૂમો સાંભળી ઘટના સ્થળે દોડી આવી મહિલાને માર મારતા આંખલાને સ્થળ પરથી દૂર ખસેડી મહિલાને તાત્કાલિક દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા.જ્યાં ઝાયડસ હોસ્પિટલના હાજર તબીબો દ્વારા શરીરે ઈજાઓ તપાસ કરતા મહિલાને મોઢાના ભાગે.માથાના ભાગે.હાથના ભાગે તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓની તાત્કાલિક સારવાર હાથ ધરી હતી.હાલ વૃદ્ધ મહીલાની હાલત ગંભીર છે.પણ હાલ સુધી નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને આ ઘટનાને ચુપ્પી સાંઘી છે.હાલ મહિલા દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.પરિવાર જનો ચિંતામાં મુકાયા છે.સું આ ઘટનાને લઈ દાહોદ વહીવટી તંત્ર કોઈ પગલાં લેશે કે આવી અવાર નવાર દાહોદના રાજ માર્ગો પર બનતી ઘટનાઓને લઈ રસ્તે ચાલતી જનતા ને ૧૦ વાગ્યા પછી ઘરો માંથી બહાર નહી નીકળવા દાહોદ નગરપાલિકાના સત્તાઘીસોં સલાહ આપશે એ હવે જોવાનું રહ્યું

Back to top button
error: Content is protected !!