AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

અદાણી પાવરે નાણા વર્ષ-૨૫ના નવ માસિક અને ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા

નાણાકીય વર્ષ 25ના નવ માસિક માટે માટે વાર્ષિક ધોરણે કર પહેલાનો નફો 33% વધી રૂ.10,679 કરોડ સમાન સમયગાળામાં વાર્ષિક ધોરણે EBITDA 22% વધી રૂ. 16,478 કરોડ: વાર્ષિક ધોરણે આ ગાળામાં આવકમાં સતત વૃધ્ધિ સાથે આવક 13% વધી રુ.41,951 કરોડ

અમદાવાદ, 29જાન્યુઆરી2025: અદાણી પોર્ટફોલિઓની કંપનીઓમાંની એક અદાણી પાવર લિ.(“APL)એ ૩૧ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ પૂરાથયેલા ત્રીજા ક્વાર્ટરના પરિણામોની આજે જાહેરાત કરી છે.નાણાકીય વર્ષ 25ના નવ માસમાં એકીકૃત EBITDA સતત 22% ઉંચો રહેવા સાથે રૂ.16,478 કરોડ જે ગત-૨૪ના સમાન સમયમાં રુ. 13,516 કરોડ હતો; જે મુખ્યત્વે ઉંચી આવક અને બળતણના ઓછા ભાવને આભારી છે.જ્યારે નાણાકીય વર્ષ 25ના નવ માસમાં કર પહેલાંનો એકીકૃત સતત નફો 33% વધી રૂ.10,679 કરોડ થયો છે. જે ગત વર્ષના સમાનગાળામાં રુ. 8,006 કરોડ;હતો. જેનું કારણ EBITDAમાં સુધાર અને ફાઇનાન્સ ખર્ચ પર નિયંત્રણ છે.
અદાણી પાવર લિ.ના સી.ઈ.ઓ. શ્રી એસ બી ખ્યાલિયાએ જણાવ્યું હતું કે, કંપની નિર્માણ હેઠળના પ્રકલ્પોના કામોમાં પ્રગતિ, સુરક્ષિત સપ્લાય ચેઇન અને લાંબા ગાળાના પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) માટે ગઠજોડની સફળ બિડ જેવા પરિબળોની તાકાતથી 2030 સુધીમાં 30 ગીગાવોટથી વધુ વીજ ઉત્પાદન કરવાની ક્ષમતાનું લક્ષ્ય હાંસલ કરવાના માર્ગ ઉપર સંગીન રીતે આગળ વધી રહી છે. ભારતીય થર્મલ પાવર ક્ષેત્રમાં રહેલી આકર્ષક તકોનો લાભ મેળવવા અને વીજળીની સતત વધતી માંગને ટેકો આપવા માટે કંપની સારી સ્થિતિમાં છે. ઉચ્ચ-ગુણવત્તાની સંપત્તિ સાથેનો પોર્ટફોલિયો, શ્રેષ્ઠ કાર્યશૈલી અને અમલવારીની ક્ષમતાઓ કંપનીને અલગ તારવીને સતત નફાકારકતા અને રોકડ પ્રવાહ પહોંચાડવામાંમદદ કરે છે. ભાવિ-સજ્જતામાં વૃધ્ધિ વધારવા માટે અમારી સ્પર્ધાત્મકતામાં સુધારો કરવા માટે અમે બેકવર્ડ ઇન્ટેગ્રેશનથી લઈ ખાણકામ સુધીની કામગીરીના ડિજિટલાઇઝેશન માટે પગલાં લઈ રહ્યા છીએ. એમ તેમણે કહ્યું હતું.
વર્ષ-25ના ૯ મહિનામાં વીજ વેચાણનું વોલ્યુમ 69.5 અબજ એકમો (બીયુ) જે વર્ષ-24ના સમયગાળામાં પર કન્સોલિડેટેડ પાવર સેલ વોલ્યુમ 57.1 બીયુથી 22% વધ્યું છે.આ સુધારો પાવર ડિમાન્ડ અને કામકાજની ક્ષમતાને આભારી છે.
એકીકૃત કુલ આવકમાં વધારાનો પ્રભાવ જળવાઇ રહ્યો છે. ૨૦૨૪ના વર્ષના નવ માસના અંતે રુ.37,173 કરોડ હતી તેની સામે ચાલુ નાણા વર્ષ-૨૫ના સમાન ગાળામાં 13% વધીને રૂ. 41,951 કરોડ થઇ છે. નાણા વર્ષ-૨૫ના 3જા કવાર્ટરમાં વીજ માંગમાં વધારો અને કામકાજની ઉંચી ક્ષમતાના લીધે વીજળીનું એકીકૃત વેચાણનું વોલ્યુમ 23.3 બિલિયન યુનિટ (બીયુ) રહયું છે. જે ગત નાણા વર્ષના સમાન ગાળાના 21.5 બીયુથી 8% વધુ છે.
નાણા વર્ષ-૨૫ના 3જા કવાર્ટરમાં એકીકૃત કુલ આવક 11% વધી રૂ. 14,833 કરોડ થઇ છે. જે ગત વર્ષના આ સમયમાં રૂ.13,355 કરોડ થઇ હતી. નાણાકીય વર્ષ 25ના ત્રીજા ક્વાર્ટરમાં કર પછીનો એકીકૃત નફો 7% વધી રૂ.2,940 કરોડ થયો છે. જે નાણાકીય વર્ષ 24ના સમાન ગાળામાં રુ. 2,738 કરોડ હતો.
નાણા વર્ષ-૨૪ના સમાન ગાળાની તુલનામાં -25ના 3જા કવાર્ટરમાં ઓલ-ઇન્ડિયા પાવર ડિમાન્ડ 3.3% વધીને 393 બીયુ થઈ છે. ઠંડા વાતાવરણને કારણે માંગની વૃદ્ધિને નજીવી અસર થઈ હતી. જો કે, ડિસેમ્બર 2024માં માંગમાં વધારો થયો જેણે ડિસેમ્બર 2023 માં 5.7% નો વૃદ્ધિ નોંધાવી હતી.31 ડિસેમ્બર 2024 સુધી નાણાકીય વર્ષ 2024-25 ની સંચિત માંગ નાણાકીય વર્ષ 2023-24 ના સમાન ગાળામાં 4.6% ની વૃદ્ધિ સાથે સહજ હતી.વીજળીની માંગમાં ધીમી વૃદ્ધિ અને પુરવઠામાં વધારાના પરિણામે ભારતીય એનર્જી એક્સચેંજ પર સરેરાશ બજારનું ક્લિયરિંગ મૂલ્ય વાર્ષિક ધોરણે 26% ઘટીને વર્ષ 25ના ત્રીજા ક્વાર્ટરમાં રૂ.3.71/kWh રહ્યું છે.જો કે 2024 માં 250GW થી 2025 ના ઉનાળામાં પીક પાવર ડિમાન્ડ 270GW સુધી પહોંચવાના સરકારના અંદાજ સાથે મર્ચન્ટ ભાવ ફરીથી પ્રાપ્ત થવાની ધારણા છે.
નાણા વર્ષ- 25ના ત્રીજા ક્વાર્ટરમાં એકીકૃત EBITDA 23% ઉંચો રહેવા સાથે રૂ. 6,185 કરોડ રહ્યો છે. જે ગત નાણા વર્ષના સમાન ગાળામાં રૂ.5,009 કરોડ હતો. નાણાકીય વર્ષ 25ના ત્રીજા ક્વાર્ટરમાં કર પહેલાં એકીકૃત નફો 26% વધી રૂ.4,059 કરોડ થયો છે જે ગત વર્ષના સમાન ગાળામાં રૂ. 3,210 કરોડ હતો.
ઇન્ડીયા રેટીંગ્સ અને CARE રેટીંગ્સ દ્વારા અદાણી પાવર લિ.ને હવે સ્થિર અને AA રેટીંગ કરવામાં આવી છે અને ક્રિસિલ દ્વારા પોઝીટીવ રેટીંગ આપવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!