MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ઉદ્યોગકારો સાથે જાગૃતિ બેઠક યોજાઈ.

 

MORBI:મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ઉદ્યોગકારો સાથે જાગૃતિ બેઠક યોજાઈ

 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ચારેલની અધ્યક્ષતા હેઠળ પીપળી રોડ સ્થિત લેમન સિરામિકમાં ઉદ્યોગકારો માટે જાગૃતિ બેઠક યોજાઈ હતી. ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગુનાઓ રોકવા માટે સુરક્ષા પગલાં અંગે વિસ્તૃત ચર્ચા સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા પીપળી રોડ પર ઉદ્યોગવિસ્તારમાં સુરક્ષા અને સલામતીના ભાગરૂપે એક મહત્વપૂર્ણ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પીઆઈ ચારેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ઉદ્યોગકારો અને સિરામિક એસોસિએશનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ચોરી, લૂંટફાટ અને અન્ય ગુનાઓને રોકવા માટે મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા હતા, જેમાં દરેક કંપનીના મેઇન ગેટ ઉપર અને રોડની બન્ને બાજુ કવર થાય તે રીતે હાઈ રીઝોલ્યુશન સીસીટીવી કેમરા ખાસ લગાવવા, જરૂરી લાઇટિંગ વ્યવસ્થા કરવી જેથી કંપની કે આજુબાજુમાં થતા ગુનાઓ અટકાવી શકાય, કોઈ પણ વ્યક્તિને ગોડાઉન કે અન્ય પ્રોપર્ટી ભાડે આપી તો ભાડે રાખનારના પૂરતા આધાર પુરાવા લેવા, આધારકાર્ડ ઉપરાંત પાનકાર્ડ અથવા ડ્રાઇવીંગ લાયસન્સ પણ લેવુ, ભાડા કરાર પુરતા પુરાવાની પૂરતી ચકાસણી બાદ જ કરવા, કંપનીમાં કામ કરતા માણસોના આધારકાર્ડ ખાસ રેકોર્ડમાં રાખવા, વિશેષ જરુર જણાય તેવા કિસ્સામાં બીજુ અન્ય ફોટો આઇડી લેવુ તથા કંપનીમાં ચોરી-લુંટફાટ કરતા કોઇ પકડાય તો કાયદો હાથમાં લેવો નહી અને નજીકના પોલીસ સ્ટેશનમાં અચુક જાણ કરવી. જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.મોરબી તાલુકા પોલીસ દ્વારા ઉદ્યોગકારો સાથેની જાગૃતિ માટેની મીટીંગમાં પીપળી રોડના ઉધોગકારો તથા સિરામિક એસોસિએશનના હોદેદારો હાજર રહ્યા હતા તથા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લેમન સિરામિકના ભાગીદારો તથા કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!