MALIYA (Miyana):માળિયા(મી.) મામલતદાર કચેરી અન્ય જગ્યાએ ન ખસેડવા બાબતે મુખ્યમંત્રી ને રજૂઆત




MALIYA (Miyana):માળિયા(મી.) મામલતદાર કચેરી અન્ય જગ્યાએ ન ખસેડવા બાબતે મુખ્યમંત્રી ને રજૂઆત


મંત્રી મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ ઇકબાલભાઇ સુભાનભાઇ સંઘવાણી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરી કે હાલ મામલતદાર કચેરી માળિયા મિયાણા નવા બાધકામ વિશે ચર્ચાઓ થઈ રહી છે જેમા અમુક રાજકારણીઓ પોતાના અંગત સ્વાર્થ માટે મામલતદાર કચેરી શહેર થી 15 કિલોમીટર દૂર સરવડ ગામ તરફ ખસેડી જવા પ્રયત્ન કરી રહ્યા છે શહેર માંથી કચેરી ખસેડવાથી કાજેડા, ચીખલી, સુલ્તાનપુર, માણાબા, ખાખરેચી, કુભારીયા, વેણાસર, રોહીશાળા, ઘાંટીલા, હરીપર, વાધરવા વિર વિદરકા, ખીરઇ, જેવા ગામોને 15 કિલોમીટર દુર થશે માળિયા શહેર તાલુકાનું મુખ્ય મથક હોય અને સાથે તાલુકાનુ વચ્ચે સેન્ટર હોય નવી મામલતદાર કચેરીનું બાધકામ માળિયા શહેર માંજ થવું જરૂરી જો મામલતદાર કચેરી શહેર ને બાદ કરી કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમા બનાવવા પ્રયાસ કરાશે તો ન છુટકે અમારે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારી




