AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં દિવાળીબેન ટ્રસ્ટ અને દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે બાળ આરોગ્ય મેળો યોજાયો.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ચિરાપાડા ગામ ખાતે દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી  અને દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ નવસારીના સંયુક્ત ઉપક્રમે “બાળ આરોગ્ય મેળા”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે પૂજ્ય પી.પી સ્વામી પ્રયોશા પ્રતિષ્ઠાન ડાંગ,હિરાભાઈ રાઉત-ડાંગ જીલ્લાના ચુંટણી સંઘ પ્રમુખ,ભોવાનભાઈ રાઠોડ-જાણીતા પર્વતારોહક ડાંગ,તલપેશભાઈ-આરોગ્ય શાખા, ડાંગ,નિતીનભાઈ રાઉત- CSC સહાયક ઉપસ્થિત રહ્યા હતા.અહીં દિવાળીબેન ટ્રસ્ટના મિશન હેઠળ આરોગ્ય જાગૃતિનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.દિવાળીબેન ટ્રસ્ટ અને દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ડાંગ જીલ્લાના આહવા તાલુકાના ચિરાપાડા ગામે “બાળ આરોગ્ય મેળા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ.આ મેળાનો મુખ્ય હેતુ ગામડાના બાળકોમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો અને તેમને આરોગ્યસંપત્તિ પ્રદાન કરવાનો હતો. મેળામાં આરોગ્ય ચકાસણીઓ, પોષણ, વૃદ્ધિ-વિકાસ અને તબીબી સેવાઓની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.જેમાં 13 જેટલી  પ્રાથમિક શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.અને કુલ 1085  બાળકોને તેનો  લાભ મળેલ છે. ડાંગ જિલ્લાના ચિરાપાડા, બારીપાડા, ભુરાપાણી, શામગહાન ચૌહાણપાડા, શામગહાન, જાખાના, હેદીપાડા, જોગબારી, ભાપખલ, રાનપાડા, સોનુનિયા, એકલવ્ય બારીપાડા, ચીખલી વગેરેનો ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.આ આરોગ્ય મેળાની મુખ્ય પ્રવૃત્તિઓ  માટે અલગ-અલગ ડોમ બનાવવામાં આવ્યા હતા, જેમાં બાળકનું રજીસ્ટ્રેશન,વજન અને ઉંચાઈ માપન,હિમોગ્લોબિન ચકાસણી,પ્રાથમિક સારવાર આંખની ચકાસણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમથી સારી ટેવ અને ખોટી ટેવ અંગે માર્ગદર્શન તથા
“ગુડ ટચ – બેડ ટચ” શીખવણ વ્યસનમુક્તિ પર કક્ષાઓ
માસિક ધર્મ જાગૃતિ અને મહિલાઓ માટે માર્ગદર્શન,માનવ શરીર અને આરોગ્ય શિક્ષણને લઈ જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હયો.વધુમાં આ કાર્યક્રમમાં રીંગરમત,એક મિનિટ રમત,સ્ટેજ પરફોર્મન્સ,ક્રાફ્ટ પ્રવૃત્તિઓ,ઘરેલુ ઉપચારની માહિતી,મેડિકલ કિટની  માહિતી, જાગૃતિકરણ
વેસ્ટ મેનેજમેન્ટ અંગે માહિતી, જાગૃતિકરણ વગેરેની વૈવિધ્ય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.દિવાળીબેન ટ્રસ્ટના સ્થાપક બી.યુ. પટેલના માર્ગદર્શન હેઠળ અને મેનેજિંગ ટ્રસ્ટી નલીનભાઈ જોષીના આશીર્વાદથી આ આરોગ્ય મેળાની  શરુઆત થઈ અને ટ્રસ્ટની યુવા ટીમમાં અમર પાડવી, ભાવેશ પટેલ, રોશની પાનવાલા,ભાર્ગવી ચૌધરી તેમજ શામગહાન ક્ષેત્રનાં સંયોજક ગંગારામ, અને જયોતિરધર મિત્રોના અવિરત પ્રયત્નોથી આ મેળો સફળ બની શક્યો હતો.આ મેળામાં ગામડાના બાળકોને આરોગ્ય અને તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે દિવાળીબેન ટ્રસ્ટ અને દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટની આ મહત્વાકાંક્ષી પહેલ પ્રશંસનીય રહી હતી.વધુમાં ભવિષ્યમાં પણ ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે વધુ આરોગ્ય કેમ્પ અને જાગૃતિ કાર્યક્રમો યોજી આરોગ્ય ઉન્નતિ માટે ટ્રસ્ટ દ્વારા દ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી..

Back to top button
error: Content is protected !!