વસંત પંચમી ના દિવસે દરજી સમાજ દ્વારા સંત શિરોમણી શ્રી પીપાજી મહારાજના મંદિરમાં હવન અને શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું

4 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં વસંત પંચમીના દિવસે દરજી સમાજ એસોસિયેશન અને તમામ ગોળના દરજી ભાઈઓ દ્વારા સંત શિરોમણી શ્રી પીપાજી મહારાજના મંદિરમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હવનમાં દરજી સમાજના ભાઈઓ અને બહેનો પરિવાર સાથે આ ધાર્મિક તહેવારમાં મોટી સંખ્યામાં જોડાઈ હવનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ધાર્મિક આયોજનને લઈને ટેલર એસોસિયન સંપૂર્ણપણે રજા રાખીને પરિવાર સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા. ધાર્મિક હવન સાથે સાથે સંત શિરોમણી શ્રી પીપાજી મહારાજના શોભાયાત્રા સીમલા ગેટ અંબાજી મંદિરના બાજુમાં આવેલ મંદિરથી પ્રસ્થાન કરીને પાલનપુર શહેરના જાહેર માર્ગો જેવા કે સીમલા ગેટ, દિલ્હી ગેટ, અમીર રોડ, સીટી લાઈટ રોડ, ગુરુ નાનક ચોક રોડ, કીર્તિ સ્તંભ થઈને શ્રી પીપાજી મહારાજ નિજ મંદિર માં પૂર્ણ થઈ હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ટેલર એસોસિયન ભાઈઓ અને તેમના પરિવારના સભ્યો જોડાયા હતા. આ ધાર્મિક યજ્ઞ હવન આયોજન માં ઉપસ્થિત રહીને દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.




