GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: જશવંતપુર શાળામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રની સંચાલકની ખાલી જગ્યા ઉપર નિમણુક કરાશે : તા. ૨૦ જુલાઈ પૂર્વે અરજી કરવા ઉમેદવારોને સુચના

તા.૧૩/૭/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: લોધિકા તાલુકાના જશવંતપુર ગામની પ્રાથમિક શાળામાં ચાલતા મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર પર સંચાલકની ખાલી પડેલી જગ્યા પર માસીક માનદ વેતનથી ખંડ સમય માટે તદ્દન હગામી ધોરણે નિયુક્તી કરવામાં આવશે.

જે માટે લાયકાત અને વય મર્યાદા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. અરજી ફોર્મ મામલતદાર કચેરી (મ.ભો.યો. શાખા) લોધિકા ખાતેથી ચાલુ કામકાજના દિવસો દરમ્યાન રસ ધરાવતા ઉમેદવારે તેમનું આઈ.ડી.પ્રુફ બતાવી જાતે મેળવી લેવાનું રહેશે.

સંચાલક તરીકેના ઉમેદવારે નિયત કરેલ નમુનામાં અરજી ફોર્મ સંપુર્ણ વિગતો ભરી જરૂરી આધારો/પ્રમાણપત્રોની પ્રમાણીત નકલો સાથે તા.૨૦/૦૭/૨૦૨૬ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા પહોચતું કરવાનું રહેશે. નિયત કરેલ અરજીઓ સિવાયની મુદત બહારની અરજીઓ અમાન્ય ગણવામાં આવશે.

અરજદારે ઓછામાં ઓછું એસ.એસ.સી પાસ કે તેની સમકક્ષ શૈક્ષણીક લાયકાત ધરાવતા હોવા જોઇએ. સ્થાનિક તેમજ મહિલા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. જે તે કેન્દ્ર માટે આવા ઉમેદવાર ઉપલબ્ધ ન થાય તો અન્ય લાયકાત વાળી વ્યક્તિને પસંદ કરવા વિચારણા કરવામાં આવશે.

ઉમેદવારની ઉંમર તા.૨૦/૦૭/૨૦૨૬ ના રોજ ૧૮ વર્ષથી ઓછી નહી અને ૬૦ વર્ષથી વધુ ના હોવી જોઇએ. વિધવા/ત્યકતા બહેનો તથા નિરાધાર સ્ત્રીઓ તેમજ આર્થીક રીતે નબળા વર્ગની સ્ત્રીઓ તથા ગરીબી રેખા નીચે જીવતી સ્ત્રીઓને અગ્રતાના ધોરણે નિમણૂક આપવા વિચારણા હેઠળ લેવામાં આવશે. ઉમેદવારોને રૂબરૂ ઈન્ટરવ્યુ માટે કચેરીમાં જે તે સમયે બોલાવવામાં આવે ત્યારે ઉમેદવારે સ્વ ખર્ચે હાજર રહેવાનું થશે. વધુ વિગત માટે લોધિકા મામલતદાર કચેરીનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!