GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ પી.જી.વી.સી.એલ.ની માધાપર અને બેડીનાકા પેટા વિભાગીય કચેરીઓ લોકાર્પિત કરી

તા.૨૯/૮/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પી.જી.વી.સી.એલ.) તથા ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો)ના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ આજે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાની અધ્યક્ષતામાં થઈ રહ્યું છે.

જે પૈકી મંત્રીશ્રીએ માધાપર અને બેડીનાકા પી.જી.વી.સી.એલ. સબ ડિવિઝનનું રીબીન કટ કરીને ઉદ્ઘાટન કર્યું હતું. આ તકે મંત્રીશ્રીનું કુમકુમ તિલકથી પરંપરાગત સ્વાગત કરાયું હતું. મંત્રીશ્રીએ કચેરીઓની મુલાકાત લઈ, નિરીક્ષણ કરીને જરૂરી સૂચના આપી હતી. તેમજ પર્યાવરણ જતન અર્થે વૃક્ષારોપણ કર્યું હતું. આ અવસરે કચેરીઓને રંગોળી અને ફૂલોથી સુશોભિત કરી હતી. આ તકે ધારાસભ્યો શ્રી ઉદયભાઈ કાનગડ અને શ્રી ડો. દર્શિતાબેન શાહ, પી.જી.વી.સી.એલ. એમ.ડી. શ્રી એમ. ડી. ચુડાસમા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!