BANASKANTHAGUJARATPALANPUR

આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિતએન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કોલેજ આદર્શ યોગ ડિપ્લોમા અભ્યાસક્રેન્દ્ર અંતગૅત અને ગુજરાત રાજ્ય યોગ બોડૅ દ્રારા યોગ સંવાદનુ આયોજન કરવામાં

6 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ગુજરાત રાજ્ય યોગ બોડૅ દ્રારા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શીશપાલ સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં યોગ પ્રત્યે જનજાગૃતિ અભિયાન અંતર્ગત યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત રાજ્ય યોગ બોડૅના ઉત્તર ઝોનના કૉ.ઓડિનેટરશ્રી અજીતભાઈએ યોગથી થતા ફાયદા અને ગુજરાત રાજ્ય યોગ બોડૅમા જોડાઈને કંઈ રીતે કામગીરી કરી શકાય તેના વિશે ખૂબ સરસ વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રી અનિકેતભાઈ, જિલ્લા પોલીસ વડાના ધર્મપત્ની સ્વાતિબેન, કોલેજના આચાયૉ ડૉ.મનિષાબેન, ગુજરાત રાજ્ય યોગ બોડૅના બનાસકાંઠા જિલ્લાના વેસ્ટ વિભાગના કૉ.ઓડિનેટરશ્રી દ્રુપતભાઈ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સિનિયર કોચ નીતાબેનના માગૅદશૅન હેઠળ અને સંચાલન યોગ કોચ ડૉ.દિપ્તીબેન દ્રારા અને બનાસકાંઠા જિલ્લાના યોગ કોચ વિષ્ણુભાઈ, ઈશ્વરભાઈ અને યોગ ટ્રેનરોના સાથ સહકારથી સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં કુલ 250 લોકોએ યોગ સંવાદનો લાભ લીધો હતો.

Back to top button
error: Content is protected !!