GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:બી.આર.સી.ભવન ટંકારા દ્વારા ઓરપેટ કન્યા વિદ્યાલયમાં કેરિયર કાઉન્સેલિંગ સેમિનાર યોજાયો.

TANKARA:બી.આર.સી.ભવન ટંકારા દ્વારા ઓરપેટ કન્યા વિદ્યાલયમાં કેરિયર કાઉન્સેલિંગ સેમિનાર યોજાયો.

 

 

સમગ્ર શિક્ષા કચેરી મોરબીના માર્ગદર્શન હેઠળ ટંકારા બી.આર.સી.ભવન દ્વારા ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે કેરિયર કાઉન્સેલિંગ અને ગાઈડન્સ અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો.9 થી 12 ની વિદ્યાર્થીઓને આગળની કારકિર્દી માટેના વિવિધ કોર્ષ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. બાદમાં સી.આર.સી.કો-ઓર્ડીનેટર શૈલેષભાઇ સાણજાએ વિદ્યાર્થીઓને વિવિધ કોર્ષ વિશેની માહિતી આપી હતી. ત્યારબાદ યોગ બોર્ડના મોરબી જિલ્લાના કો-ઓર્ડીનેટર રૂપલબેન શાહ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ત્યારબાદ ઓજ સંસ્થાના ફાઉન્ડર હેતલબેન દ્વારા વિદ્યાર્થીનીઓને ફેશન ડિઝાઇનિંગ કોર્ષ વિશે માહિતી આપવામાં આવી હતી.આઈ.ટી.આઈ.ટંકારામાંથી ઉપસ્થિત દીપેશભાઈ દોશી તેમજ તરુણાબેને આઈ.ટી.આઈ.માં ચાલતા વિવિધ કોર્ષ વિશે માહિતી આપી હતી.

સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે ટંકારા બી.આર.સી.કો-ઓર્ડિ. કલ્પેશભાઈ ફેફર, ઓરપેટ કન્યા વિદ્યાલયના આચાર્યશ્રી અસ્મિતાબેન ગામી, સી.આર.સી. ભાવેશભાઈ, કૌશિકભાઈ, હેમંતભાઈ તેમજ ઓરપેટ શાળા પરીવારે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!