ભરૂચ જિલ્લાની તમામ અદાલતોમાં લોક અદાલત યોજાઇ..




સમીર પટેલ, ભરૂચ
સીવીલ દાવા,એમ.એ.સી.પી. અને જમીન સંપાદન વળતરના કેસોમાં શકય તેટલો ઝડપી અને સંતોષકારક ન્યાય અપાવવા પ્રયાસ..
સીવીલ દાવા,એમ.એ.સી.પી. અને જમીન સંપાદન વળતર સહિતના કેસોમાં ઝડપી અને સંતોષકારક ન્યાય અપાવવાના આશય સાથે જિલ્લા ની અદાલતોમાં લોકઅદાલત નું આયોજન કરવામાં આવ્યું હતું.લોકોને ઝડપી અને અસરકારક ન્યાય મળી રહે તે માટે સમયાંતરે જરૂરી પગલાં ભરવામાં આવે છે.સુપ્રિમ કોર્ટ સંચાલિત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, રાજ્યની હાઈકોર્ટ સંચાલિત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ,જિલ્લા કક્ષાએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતી દ્વારા વિવિધ કોર્ટોમાં તેની અમલવારી કરવામાં આવે છે.જે અભિગમનાં ભાગરૂપે સમયાંતરે લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ભરુચ સહિત જિલ્લા ની તમામ અદાલતોમાં લોક સ્પેશ્યલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 200 જેટલા કેસો માં સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું..આ અંગે માહિતી આપતા જિલ્લા કાનૂન સેવા સત્તા મંડળ ભરૂચ ના સેક્રેટરી અને ન્યાયધીશ ડી.બી.તિવારી એ જણાવ્યું હતું કે આ લોક અદાલતના માધ્યમ થી કેસોમાં શકય તેટલો ઝડપથી અને સંતોષકારક ન્યાય અપાવવા પ્રયાસ કરવામાં આવે છે. આગામી લોક અદાલત 8 મી માર્ચ ના રોજ યોજાનાર છે જેનો લાભ લેવા તેઓએ લોકોને અનુરોધ કર્યો હતો.




