BHARUCHBHARUCH CITY / TALUKO
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ ખાતે ૧૦ મો એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો.


સમીર પટેલ, ભરૂચ
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ ભવન, ભરૂચ આયોજિત પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના શિક્ષકો એમ કુલ મળી 36 શિક્ષકોએ 10 માં એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલના પ્રદર્શનમાં ભાગ લીધો હતો.ડાયટ ભરૂચના પ્રાચાર્યા રેખાબેન સેંજલિયાના રાહબર હેઠળ સમગ્ર ફેસ્ટિવલનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા એજ્યુકેશન સેલના ડો. માર્કડ માવાણી તેમજ વી.એમ.બલદાણીયાની સાથે સમગ્ર ડાયટ પરિવારે સફળતા માટે ભારે જહેમત ઉઠાવી હતી.આ કાર્યક્રમમાં એજ્યુકેશન ઈન્સ્પેક્ટર ભરતભાઈ સલાટ,વિવિધ સંઘના હોદ્દેદારો, ઈનોવેટીવ શિક્ષકો તેમજ મુલાકાત લેનાર શિક્ષકો, કી-રિસોર્સ પર્સન મહેન્દ્રભાઈ રણા,યતીનભાઈ પટેલ હાજર રહ્યા હતા.સૌ ઈનોવેટીવ શિક્ષકોને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.અંતે આભારવિધિ ડાયટ ભરૂચના લેક્ચરર વી.એમ.બલદાણીયાએ કરી હતી.



