DAHODGUJARAT

લિમખેડા તાલુકાના એક ગામમાંથી પીડિતાના કાકાસસરા માનસિક ત્રાસ આપી અપશબ્દ બોલી હેરાન કરતા ૧૮૧ લિમખેડા ટીમ મદદે   

તા.૦૮.૦૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:લિમખેડા તાલુકાના એક ગામમાંથી પીડિતાના કાકાસસરા માનસિક ત્રાસ આપી અપશબ્દ બોલી હેરાન કરતા ૧૮૧ લિમખેડા ટીમ મદદે

લિમખેડા તાલુકાના‌‌ એક ગ્રામ્ય વિસ્તાર માંથી પીડિતા દ્વારા ૧૮૧ હેલ્પલાઇનમા‌ કોલ કરી મદદ માંગી જણાવ્યું હતું કે તેના કાકા સસરા દારૂનુ વ્યસન કરીને ઘરે આવી નશાની હાલતમાં તેમને અપશબ્દો બોલી માનસિક ત્રાસ આપી હેરાનગતિ કરે છે તેવો વારંવાર ખૂબ જ માનસિક ત્રાસ આપતા હોવાથી તમને સમજાવવા માટે ૧૮૧ ટીમની મદદ માંગી હતી. કોલ આવતા હોય તુરંત જ ૧૮૧ ટીમ ઘટના સ્થળે પહોંચી અને પિડીતા ને આશ્વાસન આપી કાઉન્સિલિગ કરતા જણાવા મળ્યું કે તેમના કાકા સસરા અવારનવાર નશો કરી ઘરે આવી અપશબ્દો બોલી માનસિક ત્રાસ આપી હેરાનગતિ કરે છે તેવો કોઈ વાત સમજતા ન હોવાથી ૧૮૧ ટીમની મદદ માંગી હતી જેથી ૧૮૧ ટીમ દ્વારા બંને પક્ષોનુ અસરકારક કાઉન્સિલિગ કરી કાયદાકીય સલાહ સૂચન અને માર્ગદર્શન આપી તેમના કાકા સસરાને સમજાવેલ કે વ્યસન સ્વાસ્થ્ય માટે હાનીકારક છે અને તેમને કાયદાનું ભાન કરાવેલ જેથી તેવો પોતાની ભુલ સ્વીકારી હતી અને હવે પછી બીજી વાર આવી ભુલ નહીં થાય તેમજ‌ હેરાનગતિ નહિ કરુ તેની બાંહેધરી આપેલ. આમ, પિડીતાના સમસ્યાનુ સુખદ નિરાકરણ કરેલ જેથી તેવો ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર માન્યો હતો

Back to top button
error: Content is protected !!