દિવ્યાંગ નેત્રહીનો માટે જીલ્લા કક્ષાનો સ્પે. ખેલ મહાકુંભ – ૨૦૨૫ યોજાયો

16 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
રમત ગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ ગાંધીનગર – સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર અને બનાસકાંઠા જીલ્લા વહીવટી તંત્રના માધ્યમથી એન.એ.બી ગુજરાત રાષ્ટ્રીય અંધજન મંડળ બનાસકાંઠા, પાલનપુર દ્વારા આયોજિત દિવ્ય નેત્રહીનો માટે જીલ્લા કક્ષાનો સ્પે. ખેલ મહાકુંભ ૨૦૨૫ જ્યોર્જ ફિફ્થ કલબ, પાલનપુર ખાતે યોજાયો જેમાં એથલેટીક્સમાં ૧૦૦ મી. દોડ, લાંબી કૂદ, ગોળાફેક. ચક્રફેંક, બરછી ફેંક અને ચેસ સ્પર્ધા ક્રિકેટ જેવી રમતો માટે સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ બધી રમતો જુનિયર ભાઈઓ અને બહેનો તથા સીનીયર ભાઈઓ બહેનો એમ ચાર વિભાગમાં યોજવામાં આવેલ હતી. જેમાં લગભગ ૫૦૦ થી વધારે નેત્રહીન દિવ્યાંગ સ્પર્ધકોએ ભાગ લીધેલ જેનું ઉદ્ઘાટન પાલનપુરના લોકલાડીલા ધારસભ્ય આદરણીય અનિકેતભાઈ ઠાકરના વરદ હસ્તે કરવામાં આવ્યું. જેમાં મુખ્ય મહે તરીકે શ્રી મહેશ શ્રી મહેશભાઈ પટેલ ભૂ.ધારાસભ્યશ્રી પાલનપુર શ્રી કમલા પાલના પ્રતિનિધિ રાજાભાઈ મોગલ શ્રી પ્રિતેશભાઈ સોની જી યુવા વિકાસ અધિકારીશ્રી તથા શ્રી જયેશભાઈ પંચાસરા પ્રમુખ પબ્લિક વેલ્ફેર ટ્રસ્ટ હાજર રહ્યા હતા સમગ્ર સ્પર્ધાનું આયો વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલતી દિવ્યાંગ વિદ્યાર્થીની સંસ્થા મમતામંદિરના આસ. ડાયરેક્ટર અને એન.એ.બી પાલનપુરના જનરલ સેક્રેટર્સ ડૉ. અતીનભાઈ જોશીના નેતૃત્વ નીચે શ્રી ફારૂકભાઈ સંધી અને સમગ્ર સ્ટાફે સફળતા પૂર્વક કરેલ હતું નેત્રહીન દિવ્યાંગ વિદ્યાર્થી= પ્રોત્સાહિત કરવા તેના આયોજનમાં જીલ્લા રમત ગમત અધિકારીશ્રીના પ્રતિનિધિ તરીકે શ્રી મેહુલભાઈ વ્યાસ અને શ્રી મહેશ પટેલ પણ સહભાગી બન્યા હતા. આ સ્પર્ધામાં સમગ્ર બનાસકાંઠા જીલ્લાના નેત્રહીનોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધેલ હતો. ત. નેત્રહીન વિદ્યાર્થીઓને શ્રી જયેશભાઈ પંચાસરા પ્રમુખ પબ્લિક વેલ્ફેર ટ્રસ્ટ તરફથી આશ્વાસન ઇનામ આપીને પ્રોત્સાહિત કરવ આવ્યા.
સમગ્ર સ્પર્ધાની વિશિષ્ટતાએ છે કે ૧૦૦ મી. દોડમાં નેત્રહીન સ્પર્ધકને આંખે બ્લાઈંડ ફોલ્ડ પહેરાવવામાં આવે છે અને સાથે નાના દ પકડીને નોર્મલ વિદ્યાર્થી દોડે છે સામે દિશાની જાણકારી માટે ડ્રમ વગાડવામાં આવે છે. ચેસ સ્પર્ધામાં ચેસના કુકરા ઉપર સ્પેર ઉપસાવેલા હોય છે અને નોર્મલ વિદ્યાર્થીઓને લાગુ પડતા તમામ નિયમો લાગુ પડે છે. ક્રિકેટમાં દડો અવાજ કરે તેવો હોય છે સ્ટમ્પ લોખંડના બનાવેલા હોય છે, જેથી દડો સ્ટમ્પને અડે કે તરતજ અવાજ આવે.
ખેલ મહાકુંભના ફલિતાર્થ સ્વરૂપે નેત્રહીન વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓનો ખુબ જ વિકાસ થાય છે. તેઓ આત્મવિશ્વાસમાં વધારો થાય છે તેઓને પ્રમાણિકતા, હારજીત પચાવવા અને ખેલ- દીલીની ભાવના જેવા ગુણોનો વિકાસ થાય આપણા જીલ્લાના નેત્રહીન વિદ્યાર્થીઓ જીલ્લા કક્ષાએ નંબર પ્રાપ્ત કરીને રાજય કક્ષાએ, નેશનલ કક્ષાએ તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષ પહોચે છે. આપણી જ નેત્રહીન વિદ્યાર્થીની હિમાંશી રાઠી આંતરરાષ્ટ્રીય ચેસ સ્પર્ધા પેરાઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને સંગ જીલ્લા, ગુજરાત રાજ્ય અને ભારતનું નામ રોશન કરેલ છે. અને ગુજરાત સરકારે તેમની કદર કરીને વર્ગ ૨ માં સરકારી નોકરી અ છે. આવી રીતે ખોડાજી ઠાકોરે પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ઠ દેખાવ કરેલ છે. નોર્મલ વ્યક્તિઓની સામે નેત્રહીન વ્યક્તિઓ સમાજમાં એટલીજ આગળ છે. વિદ્યામંદિર ટ્રસ્ટનો મુખ્ય હેતુ તેઓને સમાજમાં પુનર્વશન કરવાનો છે.



