
તા.૧૬.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા તાલુકાના એક ગામમાં આશરે ૬૨ વર્ષીય વૃદ્ધ બા બિનવારસી હાલતમાં મળી આવતા બાની મદદે ૧૮૧ અભયમ લીમખેડા
દાહોદના લીમખેડા તાલુકાના એક ગામમાં આશરે ૬૨ વર્ષીય વૃદ્ધ બા બિનવારસી હાલતમાં મળી આવતા બાની મદદ માટે કોઈ જાગૃત નાગરિક દ્વારા માનવતાની મહેક ફાઉન્ડેશનમાં જાણ કરતા તેઓ દ્વારા આ બાની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરીને જાણ કરતા તાત્કાલિક વૃદ્ધ બાની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ લીમખેડા તાત્કાલિક ઘટના સ્થળ પહોંચી ગયેલ બાને જોતા તેઓ ખુબજ ઘભરાયેલ જોવા મળ્યા જેથી સૌપ્રથમ બાને સાંત્વના આપી વાતચીત કરતા બા કેવી રીતે અહીં આવી ગયા તે વિશે જણાવતા હતા પરંતુ બા પોતાની પ્રાદેશિક ભાષામાં બોલતા હોય જેથી બા વિશે અને તેઓના પરિવાર વિશે માહિતી મેળવી ન શકાય જેથી ટીમ દ્વારા કદાચ કોઈ પુરાવો મળે માટે બા જોડે પાકીટ હતું એમાં તપાસ કરેલ પરંતુ બા પાસે એવા કોઈ દસ્તાવેજ મળેલ ન હોય પરંતુ આ બાના હાથ પર એક મોબાઈલ નંબર લખેલ હતો જેથી ટીમ દ્વારા આ નંબર પર ફોન કરીને વાતકરતા એ મોબાઈલ નંબર દીકરાનો જ હતો જેથી ટીમ દ્વારા દીકરા જોડે ટેલિફોનીક વાત કરતા અને બા નો ફોટો વોટ્સએપ પર મોકલીને બતાવતા દીકરાએ બાનો અને તેમનો પરિચય કરાવેલ અને ઘરેથી કેવી રીતે નીકળી આવ્યા તેમ પૂછતા દીકરાએ જણાવ્યું હતું કે બા થોડા અંશે માનસિક અસ્થિર હોય જેથી ઘરે કોઈને પણ કહ્યા વિના આવી રીતે નીકળી જાય છે તેમ જણાવતાં ૧૮૧ ટીમ દ્વારા આ બાની સંભાળ રાખવા અને મનોચિકિત્સક પાસે સારવાર કરાવવા માહિતી આપેલ તેમજ વધુમાં ટીમ દ્વારા જણાવેલ કે બા ને હાલ ટૂંકાગાળા આશ્રય માટે સહી સલામત સ્થળ પર મૂકવામાં આવશે જેથી ચિંતા કરવાની જરૂર નથી અને બાને આવીને લઈ જવા વિનંતી કરતા દીકરાએ ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કરેલ.ત્યારબાદ હાલ બાને આશ્રયની જરૂર જણાતા બાને આશ્રય મળી રહે માટે સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે આશ્રય અપાવેલ





