MORBI:મોરબીની સાર્થક વિદ્યામંદરમાં છેલ્લા દોઢ માસમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી સંદર્ભે 12 સેમિનાર યોજાયા

MORBI:મોરબીની સાર્થક વિદ્યામંદરમાં છેલ્લા દોઢ માસમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી સંદર્ભે 12 જેટલા ઉપયોગી સેમિનાર થયા
સાર્થક વિદ્યામંદિરમાં પ્રવૃત્તિ શિક્ષણ અને વિદ્યાર્થીઓની કારકિર્દીની જાગૃતિ માટે પ્રત્યક્ષ શિક્ષણનું ખૂબ જ કામ થઈ રહ્યું છે.શીક્ષણના વિષયોને પૂરો ન્યાય આપીને સાથે સાથે ઘણા ઉપયોગી એવા સેમિનારો થતા રહે છે.
9 થી 12 માં ઉત્તમ શિક્ષણ મેળવ્યા બાદ કારકિર્દી અર્થે અભ્યાસ માટે કયા ક્ષેત્રમાં જવું તે માર્ગદર્શન ખૂબ જરૂરી બને છે અને તે શાળામાંથી મળી રહ્યું છે.
સાર્થક વિદ્યામંદિર શાળાની દીર્ઘદ્રષ્ટિ , આચાર્ય દીદી ગુરુજીઓની ખૂબ જ મહેનત ,માતા-પિતાઓનો સહકાર તેમજ વિદ્યાર્થીઓના ઉત્સાહ કારણે આ બધું શક્ય બની રહ્યું છે.ગત બે માસમાં ધોરણ 9 થી 12 માં કારકિર્દી માર્ગદર્શનને અંતર્ગત થયેલ સેમિનાર અને કાર્યક્રમોની ટૂંકી વિગતો નીચે મુજબ છે.
1 સેવ વુમન ફોર સાયલન્ટ કીલર સેમિનાર*
– તા. 08-01-25 વક્તા : સિઘવ શોભનાબેન, પરમાર બીનાબેન
2 તાલુકા પોલીસ સ્ટેશન વિઝીટ – તા.8-1-25 માર્ગદર્શક : PI – N.R. Makawana સાહેબ તેમજ PSI- Sangaraka સાહેબ
– તેમના દ્વારા હથિયાર,લોક અપ તેમજ વિવિધ ઓફિસની મુલાકાત અને યોગ્ય માર્ગદર્શન પૂરું પડાયું હતું.
(3 )ફાયર સેફટી ટ્રેનિંગ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માં કારકિર્દી – તા.9-1-25 – માર્ગદર્શન :- શાળાના આચાર્ય દ્વારા
(4)ટ્રાફિક જાગૃતિ અંગે અને વાહન સેફ્ટી માટે નો સેમિનાર-તા.06-01-25 – વક્તા : B ડિવિઝન દ્વારા- PSI સમાણી મેડમ અને PSI ગઢવી સાહેબની ઉપસ્થિતિ
5મિશન માર્ચ-2025- તા.18-01-2025
– વક્તા : સંચાલક કિશોરભાઈ શુકલ
(6 )FASHION DESIGN INSTITUTE*- તા. 23-01-25 – વક્તા માર્ગદર્શન :- હેતલબેન જોશી (સ્થાપક ઓજ ઇન્સ્ટિટ્યૂટ મોરબી)
(7)એરફોર્સ સેમિનાર- તા.31-1-25 શુક્રવાર
– વક્તા : દિવ્યરાજસિંહ રાણા – સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ (નોન ટેકનિકલ વિભાગ)
(8 )ITI સેમીનાર – તા.1/2/25 શનિવાર
– વક્તા : મનોજભાઈ પરમાર (SI – સુપરવાઇઝર ઇન્ટ્રક્ટર,ITI મોરબી)
(9)C.A. સેમિનાર- તા.3-2-25 સોમવાર
– વક્તા : CA મૌલિકભાઈ ટોલિયા (J K Shah કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ Hod રાજકોટ બ્રાન્ચ)
(10)ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ (શેરબજાર અંતર્ગત) સેમીનાર- તા.5/2/25 બુધવાર
– વક્તા : CA હાર્દિકભાઈ વ્યાસ (રાજકોટ)
(11)SSIP (Student Start-up and Innovation Policy) Seminar
– તા. 12-02-2025 બુધવાર- વક્તા :
– 1. હર્ષદભાઈ સંતોકી સાહેબ (એલ.ઈ.કોલેજ પ્રોફેસર)- 2. શક્તિભાઈ ગોહિલ (એલ.ઈ.કોલેજ પ્રોફેસર)
(12)આરોગ્ય અને સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ*
– તા.13-02-2025 ગુરુવાર- વક્તા : ડોલીબેન વડાવિયા (નેપ્રા ફાઉન્ડેશન – અમદાવાદ)











