MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા સરકારી દિવાલ પર સાફ સફાઈ કરી ને રંગ રોગાન કરવામાં આમ આદમી પાર્ટીની રજૂઆત

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા સરકારી દિવાલ પર સાફ સફાઈ કરી ને રંગ રોગાન કરવામાં આમ આદમી પાર્ટીની રજૂઆત
મોરબી મહાનગરપાલિકા બનતા સાથે જ મોરબી મહાનગરપાલિકા ના એરીયામા વિવિધ પ્રકારના કામકાજ શરૂ થઈ ગયાં છે જે એક સારી બાબત છે. મહાનગરપાલિકા દ્વારા સરકારી દિવાલ અને રેલીંગ પર રંગ રોગાન કામગીરી શરૂ કરી છે જેના લીધે મોરબી મહાનગરપાલિકા ના એરીયામા એક રોનક છવાઇ જવા ની છે, પણ આમ આદમી પાર્ટી ના જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા અને મોરબી ઓબીસી વિગ ના પ્રમુખ હિરેનભાઇ વૈષ્ણવ દ્વારા તંત્ર અને મહાનગરપાલિકા ને રજુઆત કરવામાં આવી છે કે આ રંગ રોગાન કામગીરી કરતા પહેલા દિવાલ અને રેલીંગ માં લાગેલી ધૂળ,માટી, કાંટ,જંક અને કચરો સરખી રીતે સફાઈ થાય અને ત્યારબાદ જ કલરકામ કરવામાં આવે જેથી કરીને રંગ લાંબા સમય સુધી ટકી રહે અને સુંદર દેખાય અને સાથે સાથે મોરબી મહાનગરપાલિકા અને જનતા ના ટેક્ષ્ટ ના રૂપિયા ખોટાં વ્યર્થ ન જાય. મહાનગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાકટર ને આ રંગરોગાન નું કામ આપેલ છે તે કોન્ટ્રાકટર દ્વારા સફાઇ વ્યવસ્થિત ન કરે તો તેમનું પેમેન્ટ અટકાવી અને તેમની સામે યોગ્ય રીતે પગલાં લેવામાં આવે તેવી રજૂઆત તંત્ર અને મહાનગરપાલિકા ને કરવામાં આવી છે.










