GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ બચુંબાપા ને રાશન કીટ આપી જન્મદિવસની ઉજવણી કરી

 

MORBI:મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ બચુંબાપા ને રાશન કીટ આપી જન્મદિવસની ઉજવણી કરી

 

મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના જન્મદિવસ નિમિત્તે કાંતિભાઈએ બચ્ચું બાપાની મુલાકાત લીધી હતી જ્યાં બચ્ચું બાપાએ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી છે.

Oplus_131072

મૂળ અમદાવાદના વતની અને છેલ્લા ૪૦ વર્ષથી મોરબીના સ્ટેશન રોડ પર બચ્ચું બાપાકા ઢાબા ચલાવી ભુખ્યા જનોની જઠરાગ્નિ દિપાવતા બચ્ચું બાપાએ કોરોના કાળ દરમ્યાન અનેક ભુખ્યા લોકોને જમાડી પોતાનો સેવા ધર્મ નિભાવ્યો હતો ત્યારે થોડા દિવસ પહેલા મોરબી મહાનગરપાલિકા દ્વારા ડીમોલેશન કરી બચ્ચું બાપાના ઢાબાને તોડી પાડવામાં આવ્યુ હતુ જે બાદ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ બચ્ચું બાપાની મુલાકાત લઈ અન્ય જગ્યાએ જગ્યા ફાળવવા જણાવ્યું હતું પરંતુ આજદિન સુધી બચ્ચું બાપાને ઢાબા માટે જગ્યા ફાળવવામાં આવી નથી. ત્યારે આજે મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો જન્મદિવસ હોય નિમિત્તે બચ્ચું બાપાની મુલાકાત લીધી અને સેવાનુ કાર્ય કરતા બચ્ચું બાપાને રાસનની કિટ આપી હતી આ વેળાએ રાજકીય આગેવાનો ઉપસ્થિત હતા ત્યારે બચ્ચુંબાપાએ સેવા ધર્મ સાથે રાજધર્મમા અપનાવવામાં માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી હતી. અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી..

Check Also
Close
Back to top button
error: Content is protected !!