AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT
અમદાવાદ જિલ્લા પંચાયત પરિસરમાં શ્રેષ્ઠ સફાઈ કામગીરી બદલ સ્વચ્છતા કાર્યકરો અને દિશા સ્વસહાય જૂથનું સન્માન

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે દસક્રોઈ તાલુકાના દેવડી ગામના સ્વચ્છતા કાર્યકરો અને દિશા સ્વસહાય જૂથની બહેનઓનું સન્માન કરવામાં આવ્યું.
સફાઈ કર્મીઓએ અમદાવાદ જિલ્લા પંચાયત કમ્પાઉન્ડમાં સાફ-સફાઈની શ્રેષ્ઠ કામગીરી કરી હતી, જેના બદલામાં અધિક તાલુકા વિકાસ અધિકારીએ પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કર્યું.
કાર્યક્રમ દરમિયાન દિશા સ્વસહાય જૂથની બહેનોએ પણ તેમના યોગદાન માટે માન અપાયું. કાર્યક્રમમાં સ્વચ્છતા કાર્યકરો, દસક્રોઈ તાલુકા પંચાયતના કર્મચારીઓ અને દિશા સહાય જૂથની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
આ ઉજવણીનો હેતુ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવો અને મહિલાઓના અભૂતપૂર્વ યોગદાનને માન્યતા આપવાનો રહ્યો.





