MORBI:મોરબી આવી રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને વાવડી રોડની મુલાકાત લેવા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું




MORBI:મોરબી આવી રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને વાવડી રોડની મુલાકાત લેવા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું

મોરબી : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આગામી 26મીએ મોરબી આવી રહ્યા છે ત્યારે તેઓને મોરબીના વાવડી રોડની મુલાકાત લેવા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રોડ-રસ્તાની ગુણવતા અને ઝીરો ટોલરન્સથી ભષ્ટાચાર નાબુદીની વાત કરી રહ્યા છે અને આગામી તારીખ ૨૬ માર્ચના રોજ મોરબી પધારી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રીને મોરબી શહેરના વાવડી રોડ અને રેલ્વે સ્ટેશનથી વી.સી. ફાટક સુધીના રોડની મુલાકાત લેવા અમે આમંત્રણ પાઠવીએ છીએ.આશરે બાવીસ વર્ષ પહેલા બનેલ રેલ્વે સ્ટેશનથી વી.સી. ફાટક સુધીનો જે રોડ બન્યો છે તે આજે પણ કયાંય તુટયો નથી. જે ગુણવતા લાયક છે ત્યારે શહેરનો વાવડી રોડ આશરે આઠ કરોડના ખર્ચે કોરોના સમયે વર્ષ-૨૦૨૦ માં શરૂ થયો અને છ માસની મુદત હતી. જે રોડ બે વર્ષ થયા અધુરો પડયો હતો અને માલ-સામાન ગુણવતાહીન નાખવામાં આવ્યા હતા. જેના પરીણામરૂપ આ વાવડી રોડ સદંતર તુટી ગયેલ છે. તેમજ તાજેતરમાં નિર્માણ પામેલા રવાપર રોડ અને પંચાસર રોડની હાલત પણ કંઈક આવી જ છે. ત્યારે ગુણવતાના ચાહક મુખ્યમંત્રીને આ તમામ રોડની મુલાકાત લેવા આમંત્રણ પાઠવીએ છીએ.




