DAHODGUJARATSANJELI

સંજેલી તાલુકામાં વિવિધ સેન્ટરોમાં કોમન એન્ટ્રસ ટેસ્ટ CET-25 પરીક્ષા શાંતિરીતે પૂર્ણ થઈ 

તા.૨૨.૦૩.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલી તાલુકામાં વિવિધ સેન્ટરોમાં કોમન એન્ટ્રસ ટેસ્ટ CET-25 પરીક્ષા શાંતિરીતે પૂર્ણ થઈ

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત કોમન પ્રવેશ પરીક્ષા CET-25 પરીક્ષા સંજેલી તાલુકામાં વિવિધ સેન્ટરો પર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કન્યા માધ્યમિક વિદ્યાલય, ડૉ.શિલ્પન આર. જોશી, સરસ્વતી શીશુ મંદિર, અભિનંદન વિદ્યાલય, કિરણ વિદ્યાલય ખાતે ધોરણ -૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોમન પ્રવેશ પરીક્ષા આપવા વાલી સાથે નિયત સમયે આવી પહોંચ્યા હતાં.CET-25 પરીક્ષામાં સારા માર્કસ સાથે મેરિટમાં આવવાથી જ્ઞાન સાધના રેસિ. સ્કૂલ, સ્વામી વિવેકાનંદન રેસિ. સ્કૂલ, એકલવ્ય મોડેલ સ્કૂલ,EMRS સ્કૂલ, જેવી શાળામાં પ્રવેશ મળતો હોય છે. સાથે સાથે મુખ્યમંત્રી સ્કોલરશીપ યોજનાનો પણ લાભ મળતો હોય છે ત્યારે આ કોમન પ્રવેશ પરીક્ષા વિદ્યાર્થી માટે અતિ મહત્વની બની જતી હોય છે. આમ સંજેલી તાલુકામાં આવેલ વિવિધ સેન્ટરો પર શાંતિ રીતે પરીક્ષા પૂર્ણ થઈ હતી

Check Also
Close
Back to top button
error: Content is protected !!