NATIONAL

અમેરિકાની દિગ્ગજ કંપનીએ ભારતમાં છટણી શરૂ કરી, 180 કર્મચારીઓની હકાલપટ્ટી

અમેરિકાની ટેક જાયાન્ટ કંપની બોઇંગ દ્વારા કર્મચારીઓની છટણી શરૂ કરવામાં આવી છે. ભારતમાં કામ કરતા કુલ 180 કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા છે.

અમેરિકી કંપનીએ ભારતમાં પણ લોકોની છટણી કરવાની શરૂ કરી દીધી છે. બોઇંગે બેગ્લુરૂ ટેક્નોલોજી સેન્ટરમાંથી 180 કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે. કંપની સમગ્ર વિશ્વમાં ચાલી રહેલા આર્થિક પડકારોના કારણે કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરી રહી છે. અમેરિકી વિમાન બનાવતી કંપની બોઇંગે વૈશ્વિક સ્તર પર કર્મચારીઓની સંખ્યામાં ઘટાડાની યોજના બનાવી છે. જેના અંતર્ગત કંપનીએ બેંગ્લુરૂમાં પોતાના એન્જિનિયરિંગ ટેક્નોલોજી કેન્દ્રના 180 કર્મચારીઓની હકાલપટ્ટી કરી દીધી છે. મળતી માહિતી અનુસાર વૈશ્વિક સ્તર પર અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. જેના કારણે બોઇંગના ઇન્ડિયન યુનિટમાં 7000 કર્મચારીઓ છે. ભારતીય કંપની માટે એક મુખ્ય બજાર છે.

ગત્ત વર્ષે બોઇંગે વૈશ્વિક સ્તર પર આશરે 10 ટકા કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. આ મામલે માહિતી ધરાવતા સુત્રોએ કહ્યું કે, વૈશ્વિક સ્તર પર કર્મચારીઓની સંખ્યામાં ઘટાડા અંતર્ગત બોઇંગે પોતાના બેંગ્લુરૂના બોઇંગ ઇન્ડિયા એન્જીનિયરિંગ ટેક્નોલોજી સેન્ટરના 180 કર્મચારીઓને 2024 ના ડિસેમ્બરના ત્રિમાસિક દરમિયાન બહારનો રસ્તો દેખાડ્યો છે. આ અંગે બોઇંગની તરફથી કોઇ અધિકારીક નિવેદન સામે નથી આવ્યું.

સુત્રોએ કહ્યું કે, કંપનીનો પ્રયાસ છે કે, આ છટણીથી ગ્રાહકો અને અને સરકાર સાથેના સંચાલન પર કોઇ અસર ન પડે. જેને ધ્યાને રાખીને કંપનીએ રણનીતિક સમાયોજન કર્યું છે. જેમાં સીમિત સંખ્યામાં પદો પ્રભાવિત થયા છે. બેંગ્લુરૂ અને ચેન્નાઇમાં બોઇંગ ઇન્ડિયા એન્જિનિયરિંગ ટેક્નોલોજી સેન્ટર જટિલ આધુનિક વૈમાનિક કામકાજ કરે છે.

બેંગ્લુરૂનું એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી પરિસર અમેરિકાની બહાર કંપનીના સૌથી મોટા રોકાણ પૈકીનું એક છે. કંપનીની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર ભારતમાં બોઇંગ 300 થી વધારે ગ્રાહકો વાર્ષિક 1.25 અબજ ડોલરની ખરીદી કરે છે.

બોઇંગ વિશ્વની સૌથી મોટી એરોસ્પેસ અને સંરક્ષણ ટેક્નોલોજી કંપનીઓ પૈકીની એક છે. બોઇંગ અમેરિકાના સૌથી મોટા નિકાસકાર પૈકી એક છે. બોઇંગ અમેરિકાની સૌથી મોટી નિકાસકાર પૈકીની એક છે જેનો વ્યાપાર સમગ્ર વિશ્વના 150 દેશો સુધી ફેલાયેલો છે. ભારત આ કંપની માટે ખુબ જ મોટુ બજાર છે. ભારત આ કંપની માટે એક મોટુ બજાર છે. 2021 માં બોઇંગનું ભારતમાં વેચાણ 62.3 બિલિયન હતું, અને તે એક ફોર્ચ્યુન 500 ની યાદીમાં 54 મા સ્થાન પર છે. હાલના વર્ષમાં 737 MAX દુર્ઘટનાઓ (2018-19) અને ઉત્પાદનમાં થઇ રહેલા વિલંબના કારણે તેના વ્યવસાય અને પ્રતિષ્ઠા પ્રભાવિત થઇ છે.

Back to top button
error: Content is protected !!