GUJARATMORBIMORBI CITY / TALUKO
Halvad – હળવદ તાલુકાના માથક ગામે બે અસામાજિક તત્વોનું સરકારી જમીન પરના દબાણનું ડિમોલેશન કરાયું.
Halvad – હળવદ તાલુકાના માથક ગામે બે અસામાજિક તત્વોનું સરકારી જમીન પરના દબાણનું ડિમોલેશન કરાયું.

હળવદ તાલુકાના માથક ગામના રોહિત વાઘજીભાઇ પરમાર તથા ચતુર વાઘજીભાઈ પરમાર વિરુધ્ધમાં ઈંગ્લીશ અને દેશી દારૂના કેસ ઉપરાંત મારામારીના ગંભીર પ્રકારના ગુન્હાઓ દાખલ થયેલ હોય આ બન્ને ઈસમોએ સરકારી ગ્રામ પંચાયત હેઠળની જમીનમાં ગેર કાયદેસર રીતે દુકાનો તથા કેબીન બનાવેલ હોવાનું સામે આવતા તલાટી મારફત નોટીસ ઈશ્યૂ કરાવી સોમવારે ઈસમોએ જાતે સરકારી જમીન પર બનાવેલ દુકાનો અને કેબિન હટાવી ખાલી કરી આપેલ હતી.પોલીસ અને વહીવટી તંત્રએ અંદાજે 450 વાર સરકારી જમીન ખુલ્લી કરાવી હતી જેની જંત્રી મુજબ કિંમત અંદાજે 30,960 નું જગ્યા નું ડિમોલેશન કરવામાં આવ્યું..










