
રિપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી
આસામ રાઈફલ્સ એપિક રાઈડ ના જવાનો દ્વારા દેશના નાગરિકોને એકતાનો સંદેશો પાઠવવા દેશના નવ રાજ્યો ફરીને આસામથી કચ્છના સફેદ રણ ધોરડો ખાતે ૪૦૦૦ કિલોમીટર ની બાઇક યાત્રાનું ઐતિહાસિક આયોજન ગત તા.૧૦મી માર્ચે આસામના અરુણાચલ પ્રદેશના વિજયનગર પ્રારંભ કરીને લીલીઝંડી આપવામાં આવી હતી. આ બાઇક રેલી દરમિયાન દેશમાં એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે ઉદેશ્ય સાથે અનેક જિલ્લાઓ અને ગ્રામ્ય કક્ષાએ આ દેશના વીર જવાનોનું આગતા સ્વાગતા સાથે ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શૌર્ય યાત્રાને આગળ વધવા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
પંદર દિવસની આ શૌર્ય યાત્રા દરમિયાન અરુણાચાલ પ્રદેશથી બાઇક યાત્રાએ નીકળેલા જવાનોના થયેલ અભિવાદનની યાદોને વાગોળતા જણાવ્યું હતું કે અમારી આ બાઇક શૌર્ય યાત્રા અમારા માટે ઐતિહાસિક અને જીવનભર યાદગાર રહેશે આ બાઇક રેલી ૪૦૦૦ કિલોમીટરનું અંતર કાપીને આજે સવારના આઠ વાગ્યે કચ્છ જિલ્લાના સફેદ રણ ધોરડો ખાતે પહોંચ્યા હતા. જે વેળાએ કમાન્ડર “બાઇલ્ડ ઇગલ બ્રિગેડ” ના બ્રિગેડિયર સોનેન્દ્ર સિઘ સેના મેડલ દ્વારા રણ ઓફ કચ્છ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ધ્વજવંદન કરીને શૌર્ય યાત્રાની સમાપન કરવામાં આવ્યું હતું.





