કાંકરેજ તાલુકાના થરા કોલેજમાં દીક્ષાંત અને પરિતોષિક વિતરણ સમારોહ યોજાયો
કાંકરેજ તાલુકાના થરા કોલેજમાં દીક્ષાંત અને પરિતોષિક વિતરણ સમારોહ યોજાયો

કાંકરેજ તાલુકાના થરા કોલેજમાં દીક્ષાંત અને પરિતોષિક વિતરણ સમારોહ યોજાયો
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સમસ્ત ભરવાડ સમાજ ની ગુરૂગાદી શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિર થરાના પૂજારીશ્રી કાર્તિકપુરીબાપુ ગુરૂશ્રી શિવપુરીબાપુ ની પાવન નિશ્રામાં કાંકરેજ તાલુકા કેળવણી મંડળ ના પ્રમુખ ધીરજકુમાર કે.શાહના અધ્યક્ષ સ્થાને બનાસબેંક ના ચેરમેન ડાહ્યાભાઈ પિલિયતરના મુખ્ય મહેમાન પદે કેળવણી મંડળ ના મંત્રી જીતેન્દ્રકુમાર ધાણધારાના અતિથિ વિશેષ પદે પૂર્વ પ્રિ. ડૉ. હેમરાજભાઈ પટેલ, શ્રી સ્વસ્તિક વિધાલય થરાના આચાર્ય અભુજી ઠાકોર ની ઉપસ્થિતિમા તેજસ્વી વિદ્યાર્થી સન્માન અને દીક્ષાંત સમારોહ આજરોજ તા.૨૫/૦૩/૨૦૨૫ ને મંગળવાર ના રોજ સવારે યોજાયો હતો.બી. કોમ. સેમ.-૨ ની વિધાર્થીની પ્રજાપતિ નિધિ સોમાભાઈ,પાયલ પરમાર, હિરલ દીપકભાઈ પ્રજાપતિએ સરસ્વતી વંદના અને સ્વાગત દ્વારા પ્રિન્સીપાલ ડૉ.દિનેશકુમાર એસ.ચારણે મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરી વિદાય લેતા વિદ્યાર્થીઓને આશીર્વાદ આપતા જણાવ્યુ હતું કે ભારતીય સનાતન સંસ્કૃતિનું અનુસરણ કરતાં,ઈચ્છા શક્તિ, કાર્યશક્તિ અને આત્મ શક્તિ દ્વારા તમારા જીવનણે સાર્થક બનાવજો,વ્યસન અને ફેશનથી દૂર રહેવું તેમજ વૃક્ષોનું રોપણ અને જતન કરવા જણાવ્યું હતું. કોલેજના અધ્યાપ ડૉ.ગૌરવ શ્રીમાળી, ડૉ. પાયલબેન પારીખે પી.એચ.ડી.પૂર્ણ કરતાકોલેજના પ્રમુખ અને પ્રિન્સિપાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ડૉ.નીતેશ પટેલ,ડૉ.પાયલબેન પરિખના પુસ્તકોનું વિમોચન કરવામાં આવેલ.બી. કોમ. સેમ.-૬ મા કોલેજમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરનાર પ્રજાપતિ કૃણાલ વિપુલભાઈ,તૃતીય નંબર પ્રાપ્ત કરનાર પ્રજાપતિ ભાવિકાબેન ભરતકુમાર સહીત કોલેજમાં અભ્યાસ કરતાં બી. એ./બી.કોમ.અને એમ.એ./એમ.કોમ. ના તેજસ્વી વિદ્યાર્થી તેમજ યુનિવર્સીટી અને રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષા જુદી-જુદી હરિફાઈ અને રમતો માં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરેલ તેમજ એન.સી.સી.અને એન.એસ. એસ.વિભાગના વિવિધ સિધ્ધિઓ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. કોલેજ નો વાર્ષિક અહેવાલ પ્રગટ કરેલ.થરા સ્ટેટમાજી રાજવી એવમ કેળવણી મંડળના સદસ્ય ચંદ્રસિંહજી વાઘેલા, નગર પાલિકા કોર્પોરેટર ગીરાબેન શાહ, હસમુખભાઈ ઝવેરી,શેઠ શ્રી અ.નિ .કુમકુમ મંગલ મંદિર વિદ્યાલય ઉણના આચાર્ય બાબુભાઈ ચૌધરી સહીત પધારનાર દરેક મહેમાનોને પુષ્પ ગુચ્છ આપી શાલ ઓઢાડી કોલેજ પરિવારના ટિચીંગ અને નોન ટીચિંગ કર્મચારીને ભેટ આપી સન્માન કર્યું હતું.કાર્યક્રમનું સંચાલન ડૉ. મયંકભાઈ જોષીએ આભાર વિધિ ડૉ.રામ સોલંકીએ કરી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530







