PANCHMAHALSHEHERA

કાંકણપુર આર્ટસ અને કોમર્સ કોલેજમાં ‘ પંચકલ્પ અંતર્ગત ‘ રોગોને અટકાવવા તેમજ વિવિધ પ્રકારની રસીકરણ અંગેનો સેમીનાર યોજાયો

 

પંચમહાલ શહેરા

 

નિલેશભાઈ દરજી શહેરા

 

શ્રી. જે.એલ .કે. કોટેચા આર્ટસ એન્ડ શ્રીમતી એસ. એસ .ગાડી કોમર્સ કોલેજ કાંકણપુરમાં સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટ તેમજ કોલેજના આચાર્ય ડૉ જે. પી. પટેલના માર્ગદર્શન અનુસાર પંચ પકલ્પ અંતર્ગત રોગોને અટકાવવા તેમજ વિવિધ પ્રકારની રસીકરણ અંગેનો સેમીનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં ડો. મહેશભાઈ રાઠવાએ થોડા સમય પહેલા આવેલા વાયરસ કોરોના સંક્રમણ અટકાવવા અને રસીકરણ અંગે માહિતી આપી હતી. જેમણે જણાવેલ હતું કે જીવનભરમાં વિવિધ બીમારીઓથી બચવા માટે વિવિધ પ્રકારની રસી આપવી જરૂરી છે .જેમ કે શિશુ અવસ્થામાં બીસીજી ,હેપેટાઇઝ ડી.ટી.પી, બિ.હિબ પી.સી.વી. હેપેટાઇઝ ,એમ.એમ.આર ,ચિકન પોક્સ,અને બાળપણ અને કિશોર અવસ્થામાં ડી.ટી.પી. એચ.પી.વી., પુખ્ત અવસ્થામાં ટેટેનસ , પ્લુરસી, કોરોના , સ્નેક બાઈટ વગેરે ઉપર ચર્ચા કરી હતી. આ સેમિનારમાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોલેજના આચાર્ય જે. પી .પટેલે વિવિધ રસી અંગે પોતાના ગામમાં જઈ દરેકને માહિતગાર કરવા તે અંગેનો અનુરોધ કર્યો હતો. પંચ પ્રકલ્પના કન્વીનર ડો. પ્રવીણભાઈ અમીને કોરોના રસી તેમજ બાલ્યાવસ્થામાં વિવિધ રસી અંગે આપણેને જાણકારી હોવી જોઈએ અને બીજાને મુકાવવા માટે ભલામણ કરવી. ડૉ.નીતિનભાઈ ધમસાણીયા કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ડો. જયંતીભાઈ પટેલે કસરત કરીને ફીટ રહેવાની હાકલ કરી હતી. સફળ કાર્યક્રમ બદલ સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મૌલિન તેમજ કોલેજના આચાર્ય અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!