MORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના નેકનામ -પડઘરી રોડપર મોરલા વાળી વાડી વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો
TANKARA:ટંકારાના નેકનામ -પડઘરી રોડપર મોરલા વાળી વાડી વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો
ટંકારા પોલીસ ટીમ પેટરિંગમાં હોય તે દરમિયાન નેકનામ ગામ નજીક નેકનામ-પડધરી રોડ ઉપર મોરલા વાળી વાડી વિસ્તારમાં આવતા જ્યાં વાડીના શેઢે લીલી-જારના વાવેતર વચ્ચેથી પુઠ્ઠાનું બોક્સ લઈ આવતા એક ઇસમને ટંકારા પોલીસ દ્વારા રોકી, બોક્સમાં ચેક કરતા વિદેશી મેકડોવેલ્સ વ્હિસ્કીની ૫ નંગ બોટલ કિ.રૂ.૨,૮૧૦/-મળી આવી હતી, જેથી આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે પીન્ટુ કનકસિંહ ઝાલા ઉવ.૩૮ રહે. નેકનામ તા.ટંકારા વાળાની અટક કરવામાં આવી હતી, આ સાથે પકડાયેલ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ટંકારા પોલીસે આગળની તપાસ ચલાવી છે.